તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સિદ્ધપુરની યુવતી પર દુષ્કર્મ આચરી યુવકના સંબંધીઓએ દવા પીવડાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરની યુવતી પર દુષ્કર્મ આચરી યુવકના સંબંધીઓએ દવા પીવડાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરના યુવકે લગ્નની લાલચ આપી હતી : યુવકની પત્ની, સાળી, સાસુ સહિત આઠ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ

સિદ્ધપુરશહેરમાં રસુલ તળાવ નજીક રહેતી એક યુવતીને હિંમતનગરનો શખસ લગ્ન કરવાની લાલચ આપી જુદી જુદી જગ્યાએ લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ તેના સગા સંબંધીઓએ યુવતીને જબરજસ્તીથી દવા પીવડાવી દેતાં તેણીની તબિયત લથડી પડી હતી. યુવતીએ બનાવ અંગે સિદ્ધપુર પોલીસ મથકે આઠ શખસો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સિદ્ધપુરમાં ફૂવારાની ચાલીમાં રહેતી 24 વર્ષિય યુવતીને બે માસ અગાઉ હિંમતનગરનો ઇમ્તીયાઝ અલાઉદીન સિપાઇ લગ્ન કરવાની લાલચ આપી મોડાસા, ગઢા, હિંમતનગર સહિત જુદા જુદા સ્થળોએ લઇ ગયો હતો અને તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું તેમજ ધાકધમકી આપી હતી. ચારેક દિવસ અગાઉ હિંમતનગર ખાતે ઇમ્તીયાઝની પત્ની તેના સંબંધી સલીમભાઇ સિંધી, નાસિરભાઇ સિંધી, ઇત્તીયાઝની સાળી અને તેના સાસુ સહિતે યુવતીને પકડીને દવાની બોટલમાંથી ઝેર જેવી દવા જબરજસ્તીથી પીવડાવી દેતાં તેણીની તબિયત લથડી પડી હતી. બાદમાં કાદરભાઇ નામનો શખસ તેણીને બાઇક પર બેસાડી સિદ્ધપુર બસ સ્ટેન્ડે મૂકીને જતો રહ્યો હતો. બાદમાં તેણી રાત્રે તેનાં સંબંધીનાં ઘરે જતી રહી હતી. અંગે સિદ્ધપુર પોલીસ મથકે યુવતીએ આઠ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

8 સામે ગુનો નોંધાયો

ઇમ્તીયાઝઅલાઉદીન સિપાઇ

સિપાઇ કાદરભાઇ અલાઉદ્દીન

સિપાઇ સબાના ઇમ્તીયાઝ

શેખ હનીફભાઇ

સલીમભાઇ સિન્ધી

સુલ્તાનાબેન સિન્ધી

મદીનાબાનુ સિન્ધી

નાસીરભાઇ શેખ (હિંમતનગર)

નેગેટિવ ન્યૂઝ

માત્ર નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો