તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુણઘેરમાં ભાગવત કથાનો આરંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણતાલુકાના કુણઘેર ગામે રામજી મંદિર ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.

પ્રથમ દિવસે પોથીયાત્રા યજમાન સાગરભાઇ તળજાભાઇ દેસાઇના નિવાસ સ્થાનેથી રામજીમંદિર પધારી હતી અને દીપ પ્રાગટ્ય કરી કથાની શરૂઆત કરી હતી. કથાકાર શાસ્ત્રી અરવિંદભાઇ વ્યાસએ વ્યાસપીઠ પર બીરાજી મંગલચરણ કરી કથાનું મહાત્મય સમજાવ્યુ હતું. સપ્તાહ યોજીને કુણઘેર ગામના લોકોને ધર્મભક્તિનો અનોખો લ્હાવો આપ્યો હતો. શાસ્ત્રી અરવિંદભાઇ વ્યાસે ભક્તિજ્ઞાન અને વૈરાગ્યની કથા તથા આત્મદેવ ધુંધલી ધુંધુકારી ગોકલાજીને આત્મ બુધ્ધિ અને જ્ઞાન સાથે સરળ ભાષામાં કથા કહી હતી. શાસ્ત્રીના મુખેથી મધુર વાણીમાં કથા સંભળાવી ભક્તો ભકિતમાં લીન થઇ ગયા હતા. પ્રસંગે પુજારી ઘનશ્યામદાસજી મહારાજ, ટ્રસ્ટી પ્રમુખ ડો.દિપુબા દેવડા, ટ્રસ્ટીગણે હાજર રહી કથાનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો