તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મહેસાણા પાસે સાંથલીની સગીરા પર માસીયાઇ ભાઇના મિત્ર દ્વારા દુષ્કર્મ

મહેસાણા પાસે સાંથલીની સગીરા પર માસીયાઇ ભાઇના મિત્ર દ્વારા દુષ્કર્મ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર દવાખાને આવેલ સગીરાને વરાણા દર્શન કરવાના બહાને સાથે લીધી હતી

ભાસ્કરન્યૂઝ.પાટણ

રાધનપુરતાલુકાના સાંથલી ગામની સગીરા તેની બહેન સાથે રાધનપુર ખાતે દવાખાને આવેલ હતી. ત્યારે તેના માસીયાઇ ભાઇ અને તેનો મિત્ર ગાડીમાં વરાણા દર્શન કરવા જતા હોઇ સાથે બેસાડી લીધા બાદ મહેસાણા પાસે એક ઝાડીમાં ભાઇના મિત્ર દ્વારા તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે અમદાવાદના પાલડી ખાતે ગયા પછી સગીરાએ હોબાળો મચાવી દેતા બંને શખ્સો તેણીને ત્યાં છોડી દઇ નાસી ગયા હતા. લોકોના સહકારથી તેણી નારી ગૃહમાં પહોંચી ગઇ હતી. જ્યાંથી બીજા દિવસે તેને લઇ આવવામાં આવી હતી. પોલીસે મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાધનપુર તાલુકાના સાંથલી ગામની 17 વર્ષિય સગીરા તેની મોટી બહેનઅને મામાની દીકરી બહેન ગત 20 ફેબ્રુઆરીના રોજ રાધનપુર ખાતે તેના ભત્રીજાને દવાખાને બતાવવા ગઈ હતી. સમયે તેની માસીનો દીકરો સાંતલપુર તાલુકાના ઝંડાલા ગામના કમલેશ નશાભાઇ ઠાકોરનો ફોન તેના મામાની દીકરી પર આવ્યો હતો. જેમાં તેઓ હાઇવે પર હોઇ કમલેશ અને તેનો મિત્ર સાંતલપુર તાલુકાના ગઢા ગામનો લક્ષ્મણ કરશનભાઇ ઠાકોર અલ્ટો ગાડી લઇને ત્યાં આવી પહોચ્યા હતા અને વરાણા દર્શન કરવા જતા હોવાનું કહેતા સગીરા પણ તેના મસીયાઇ ભાઇ સાથે ગયેલ હતી. કમલેશે દર્શન કરીને રાધનપુર પરત મૂકી જશે તેમ તેની મોટી બહેનને જણાવ્યું હતું.

પરંતુ શખ્સો સગીરાને સમી, હારીજ, ચાણસ્મા થઇને મહેસાણા અમદાવાદ રોડ પરના ટોલનાકાથી 15 કિ.મી આગળ લઇ ગયા હતા. જ્યાં ગાડીને સાઇડમાં ઉભી રાખીને લક્ષ્મણ ઠાકોર સગીરાને બાવળની ઝાડીમાં ખેચી ગયો હતો અને દુષ્કર્મ આચર્યુ઼ હતું. ઘરે પરત આવેલી સગીરાએ રાધનપુર પોલીસ મથકે બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પીએસઆઇ વી.આર.ઉલ્વાએ જણાવ્યા મુજબ સગીરાનું મેડીકલ ચેકઅપ રાધનપુર રેફરલ અને ધારપુર સિવિલમાં કરાવાયું છે. આગળની તપાસ ચાલી રહી છે. આરોપીઓ પકડાવાના બાકી છે. એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...