તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓઇલચોરોઅે ફરી IOC લાઇનમાં પંક્ચર પાડ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણજિલ્લામાં ઓઇલ ચોરોએ હજુ હથિયાર હેઠા મૂક્યા નથી. સિદ્ધપુરની સીલસીલાબંધ ઘટનાઓ બાદ ફરી એકવાર પાટણ તાલુકાના મણુંદની સીમમાંથી પસાર થતી આઇઓસીની કોયલી સાંગાનેર પઇપલાઇનમાંથી ડીઝલચોરી કરવા માટે પંક્ચર કરીને લગાવેલો ક્લેમ્પ સિકયોરિટીના પેટ્રોલીંગ દરમિયાન મળી આવ્યો છે. જેના પગલે ફરી આઇઓસી અને પોલીસ તંત્ર દોડતા થઇ ગયા છે. મણુંદ ગામે આઠેક વર્ષ અગાઉ પણ એક પંક્ચર મળી આવ્યું હતું. પાઇપલાઇન સુધી પહોંચવા માટે 125થી 150 સેન્ટીમીટર એટલે કે ચાર થી પાંચ ફૂટ ઉંડો અને તેટલીજ પહોળાઇનો ગોળ ખાડો કર્યો હતો. પાઇપલાઇન પર ડ્રિલીંગ કરીને 10 એમ.એમ.નું પંક્ચર કર્યું છે. તેના પર 10 બોલ્ટ વડે લોખંડનો મજબૂત ક્લેમ્પ ફીટ કર્યો હતો. જે કબજે કરાયો છે. સ્થળ પરથી વેલ્ડિંગ કરવાનો સળીયો, કોઇ વાહનના સાઇડ ગ્લાસનો પ્લાસ્ટિકનો ટૂકડો પણ મળી આવ્યો છે.

પાટણના મણુંદથી કંથરાવી ગામની સીમમાં કણઝાર નામના કાચા અવાવરૂ નેળીયામાં અોઇલ માફીયાઓ દ્વારા ખોદકામ કરીને ભૂગર્ભમાંથી પસાર થતી આઇઓસીની કોયલી સાંગાનેર પાઇપલાઇનમાં પંક્ચર કરીને તેના પર ક્લેમ્પ ફીટ કરી ડીઝલચોરીનો કારસો રચી ખાડો પૂરી નાખ્યો હતો.

બુધવારે સવારે 10 કલાકે આઇઓસીના સિક્યોરીટી ગાર્ડ ભરતજી અજુજી ઠાકોર ફૂટ પેટ્રોલીંગ કરતા કરતા લાઇન ઉપર 74.800 કિ.મીના અંતરે પહોંચતાં જમીનમાં ખોદકામ થયેલું જણાતા તેમણે તેમની પાસેનો લોખંડનો સળીયો જમીનમાં ઘૂસાડતા જમીન નરમ હોઇ સળીયો તરત ઘૂસી જતા તેઓએ તેમના સુપરવાઇઝર અનિલભાઇ બ્રહ્મભટ્ટને જાણ કરતાતેઓ સ્થળ પર દોડી ગયા હતા અને જાત માહિતી મેળવીને આઇઅોસીના અધિકારી કૃષ્ણકુમાર રામશરણ મૌર્યને જાણ કરતાં તેઓએ સ્થળ પર જઇ ખોદકામ કરાવતા પાઇપલાઇનમાં પંક્ચર અને ક્લેમ્પ લગાવેલા મળી આવ્યા હતા.બાલીસણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.બી.ભટોળ, એચસી પાંચાભાઇ, કોન્સ નવાઝા સહિત ઘટનાસ્થળે જઇ પંચનામુ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ અધિક્ષક દ્વારા મામલાની તપાસ એલસીબી પોલીસને સુપ્રત કરાઇ છે. તપાસ અધીકારીપીઆઇ એમ.એસ.રાણાએ જણાવ્યું હતું કે મંગળવારે 1 માર્ચે સાંજે 4 કલાકે સિકયોરીટી ગાર્ડની સુચના આધારે ખોદકામ કરાતા પંકચર અને ક્લેમ્પ મળી આવ્યા છે.જોકે આગળના દિવસે સિકયોરીટીગાર્ડ ત્યાંથી નિકળ્યા અનુસંધાનપાન 8

ઓઇલચોરોએ

હતાપણ તે વખતે કાંઇ શંકાસ્પદ જણાયું નહોતું.બીજા દિવસે ધ્યાને આવતા ચોરી કરવાનો મોકો મળી શકયો નથી જેથી ચોરી અટકી છે. ઘટના સ્થળ નેળીયું અવાવરૂ અને વાહનની અવરજવર થઇ શકે તેમ હોઇ ક્લેમ્પ સાથે બીજી પાઇપલાઇન લગાવીને વાહન દુર ઉભુ રાખીને તેમાં ડીઝલ ભરવાનું આયોજન હોઇ શકે તેવું અનુમાન કર્યું હતું.

એક વર્ષમાં પંક્ચરની 5 ઘટનાઓ

પાટણજિલ્લામાં એક વર્ષમાં ભૂગર્ભ પાઇપલાઇનમાં પંકચર કરવાની 5 ઘટનાઓ બની છે. જેમાં સિદ્ધપુર જીઆઇડીસીમાં 2, સિદ્ધપુરના ખળી ચોકડી પાસે 2, સિદ્ધપુરના કનેસરાની સીમમાં 1 અને હારિજ તાલુકાના દુનાવાડા પાસે 1 ઘટના પ્રકાશમાં આવી હતી. જે તમામ ઘટનાઓમાં ડીટેક્શન થયું છે અને તેના આરોપીઓ પકડી લેવાયા છે તેમ પોલીસે જણાવ્યું હતું. મણુંદ ગામે વર્ષો અગાઉ પણ પંક્ચર કરાયું હતું. જેમાં ગામનાજ સ્થાનિક શખ્સની સંડોવણી બહાર આવી હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

પાઇપલાઇન સુધી પહોંચવા માટે 125થી 150 સેન્ટીમીટર એટલે કે ચારથી પાંચ ફૂટ ઉંડો અને તેટલીજ પહોળાઇનો ગોળ ખાડો કર્યો હતો. પાઇપલાઇન પર ડ્રિલીંગ કરીને 10 એમ.એમ.નું પંક્ચર કર્યું છે. તેના પર 10 બોલ્ટ વડે લોખંડનો મજબૂત ક્લેમ્પ ફીટ કર્યો હતો. }ભાસ્કર
અન્ય સમાચારો પણ છે...