તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના પીંપળાગેટમાં પોલીસ બંદોબસ્ત મળતા દબાણ હટાવવાનું મુલત્વી રહ્યું

પાટણના પીંપળાગેટમાં પોલીસ બંદોબસ્ત મળતા દબાણ હટાવવાનું મુલત્વી રહ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણશહેરના બે વિસ્તારમાં ગુરૂવારે દબાણ દૂર કરવાનું પાલિકાએ નક્કી કર્યું હતું. જે પૈકી ચાણસ્મા હાઇવે પર જન્મભૂમિ એવન્યૂનો ગેરકાયદેસર કોટ જેસીબીથી તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે વિવાદ થવાની ભીતિ અનુભવતી પાલિકાતંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત મળતાં પીપળાગેટ નજીક બાથરૂમ અને ઓટલાનું દબાણ દૂર કરવાનું મુલ્તવી રાખ્યુ હતું.

શહેરના ચાણસ્મા હાઇવે પર વિવેક મોટર્સની પાછળ આવેલ જન્મભૂમિ એવન્યૂ સોસાયટીના રહીશ દ્વારા ગેરકાયદેસર બંધાયેલ કોટ સોસાયટીના આંતરિક રસ્તામાં નડતરરૂપ હોઇ દબાણ દૂર કરવા તાલુકા સ્વાગતમાં રજૂઆત કરાઇ હતી. જ્યારે પીંપળાગેટ મસ્જિદ નજીક બાથરૂમ અને ઓટલો ગેરકાયદે હોવાની રજૂઆત પણ થવા પામી હતી.

જેમાં જિલ્લા મ્યુનિસીપલ અધિકારી દ્વારા બંને વિસ્તારના દબાણ દૂર કરવા તા.7 જાન્યુઆરીએ આદેશ કરાયો હતો. જેને પગલે ગુરૂવારે પાલિકાના એસ.આઇ દિનેશ સોલંકી સહિતની ટીમે જન્મભૂમિ એવન્યૂ સોસાયટીમાં ગેરકાયદે કોટ તોડીને દબાણ દૂર કરાયું હતું.

જ્યારે પીંપળાગેટ નજીકનું દબાણ પોલીસ બંદોબસ્ત મળવાનું કારણ આગળ ધરીને કામગિરી મુલ્તવી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...