તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચાણસ્માના સુણસર ગામેથી ~ 1.29 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

ચાણસ્માના સુણસર ગામેથી ~ 1.29 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માતાલુકાના સુણરસર ગામે દારૂ ભરેલી ગાડી પડી છે તેવી બાતમી મળતા એલસીબીએ છાપો માર્યો હતો. જેમાં એક ક્વોલિસ ગાડીમાંથી દારૂ અને બિયર સહિત રૂ.2,79,600 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે આરોપી પોલીસને જોઇને છટકી ગયો હતો.

પાટણ એલસીબી પો.ઇન્સ એમ.એસી.રાણા તેમજ સ્ટાફના માણસોને બાતમી મળતા તેઓએ સ્ટાફ સાથે બુધવારે રાત્રે 9/30 કલાકે છાપો માર્યો હતો. જેમાં ક્વોલિસ ગાડી (જીજે 6 બીએ 3150) પાર્ક કરેલ હતી. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 912 અને બીયર બોટલ નંગ 256 જેની કિંમત રૂ.129600 થાય છે જે મળી આવી હતી. જ્યારે ગાડી સહિત રૂ.279600 નો મુદ્દામાલ કબજે લઇ તેના માલિક રાજુભા બનેસંગ ઝાલાની તપાસ હાથ ધરી છે. શખ્સ પોલીસ આવે તે પહેલાં દૂરથી જોઇ જતા નાસી ગયો હતો.

ઘટના અંગે ચાણસ્મા પોલીસ મથકે એલસીબી પોલીસ પાટણના ધીરજીભાઇ સાંકાભાઇએ ફરીયાદ નોધાવતા પીએસઆઇ આર.પી.ઝાલાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...