તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પરીક્ષા દરમ્યાન સીસી ટીવી કેમેરા સતત ચાલુ રખાશે

પરીક્ષા દરમ્યાન સીસી ટીવી કેમેરા સતત ચાલુ રખાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લામાં આગામી તા.8મીથી વિવિધ શાળા કેન્દ્રોમાં શરૂ થતી ધોરણ-10 અને 12ની પરીક્ષા દરમ્યાન વર્ગ ખંડોમાં ગોઠવાયેલ સીસી કેમેરા કે ટેબ્લેટનું પ્રસારણ સતત ચાલુ રાખવા તમામ સ્થળ સંચાલકોને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા દરમ્યાન સીસી કેમેરા રેકોર્ડિંગ ખોટવાય નહિ તેની કાળજી રાખવા સૂચવાયું હોવાનું તેમણે જણાવ્યુ હતું.

શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા શુદ્ધ વાતાવરણમાં યોજાય અને ગેરરીતિના અવકાશ રહે તે માટે સીસી કેમેરા મોનિટરીંગની ચૂસ્ત અમલવારી કરાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે. શિક્ષણાધિકારી એસ.કે.વ્યાસે પરીક્ષા તૈયારીમાં ગુરૂવારે પાટણના વિવિધ કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યુ હતું કે, પરીક્ષા ખંડમાં સીસી કેમેરા કે ટેબ્લેટમાં કંઇ ખામી જણાય તો કેન્દ્રના ...અનુસંધાનપાન 8

પરીક્ષા

સંચાલકેજીલ્લા કન્ટ્રોલને જાણ કરવાની રહેશે.

પરીક્ષાનું સતત પ્રસારણ ચાલુ રાખવાનું રહેશે અને તે ખોરવાય નહિ તેની કાળજી રાખવાની રહેશ. બાદમાં સંપૂર્ણ ફેટેજ ચકાસીને તેમાં કંઇ ખામી જણાશે તો પગલા લેવાશે.

ઉપરાંત પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી અને સુપરવાઇઝર મોબાઇલ લઇને જઇ શકશે નહિ. સુપરવાઇઝર મોબાઇલ લઇ જશે તો પરીક્ષા દરમ્યાન કેન્દ્ર સ઼ચાલકની કસ્ટડીમાં લેવાશે. ધોરણ-12 પરીક્ષાના ઝોનલ અધીકારી બી.એલ.દેસાઇએ જણાવ્યુ હતું કે, માતરવાડી ખાતે એમ.કે.સ્કુલમાં પરીક્ષા માટે ફાળવેલ કેટલાક વિદ્યાર્થીઓને રીસીપ્ટમાં સ્થળ અંગેના એક શબ્દની ભૂલ આવી છે.જેમાં એમ.કે ના બદલે એન.કે લખાયેલ છે.જોકે તે સ્થળે એમ.કે સ્કુલ આવેલ છે એટલે કે વિદ્યાર્થીઓએ ત્યાં પરીક્ષા આપવાની છે.અન્ય સમાચારો પણ છે...