બાયપાસ રોડથી એક કિ.મી અંતર ઘટશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં ડીસા ત્રણ રસ્તાથી ફાટીપાળ થઇ હારિજ ત્રણ રસ્તા સુધી રૂા.8.68 કરોડના ખર્ચે બનનાર બાયપાસ રોડ હાલના ડીસા ત્રણ રસ્તાથી હારિજ ત્રણ રસ્તા હાઇવે ટુ હાઇવેના અંતર કરતા એક કિ.મી ટૂંકો માર્ગ મળી રહેશે. ખાસ કરીને હારિજ, ચાણસ્મા તરીફથી આવતા ટુરીસ્ટોને રાણકીવાવ જવા માટે અા બાયપાસ રોડ સુલભ બની રહેશ. હાલ હારિજ ત્રણ રસ્તાથી જીમખાના સુધી કાચો રસ્તો હોવાના કારણે બંને શહેરો તરફના ટુરીસ્ટ વાહનોને મોતીશા દરવાજા, ભદ્ર થઇને રાણકીવાવ જવું પડે છે. ત્યારે બાયપાસ રોડ હાઇવે ટુ હાઇવે નીકળવા તેમજ વલ્ડ હેરીટેઝ સાઇટ સુધી પહોચવા ખૂબ ઉપયોગી બની રહેશે.

શહેરના મુખ્ય બજારમાંથી હારિજ તરફ જવા માટે પેરેલલ બાયપાસ રોડની સુવિધા થશે. જે ટી.બી ત્રણ રસ્તાથી આદર્શ, ફાટીપાળ, જીમખાના થઇ સાઇબાબા મંદિર અને મોતીશા નજીક હારિજ હાઇવે તરફ નીકળશે. હાલ બાયપાસના રૂટમાં માત્ર હારિજ હાઇવેથી પાલિકા સંકુલ પાછળ નીકળતા જીમખાના સુધીનો અંદાજે 1440 મીટર રસ્તો કાચો છે જેના કારણે વાહનચાલકો માટે રસ્તો બીનઉપયોગી બની રહ્યો છે. ત્યારે શહેરમાં આવવા વાહનચાલકો મોતીશા દરવાજાના માર્ગેથી ભદ્ર, ફતેસિંહ લાયબ્રેરી થઇને આવતા હોય છે. ત્યાં પાસે જીમખાના આવી જાય એટલે ત્યાર પછી રાણકીવાવ જવાનો રસ્તો બાયપાસ રૂટમાં સરખો છે.અન્ય સમાચારો પણ છે...