સાર્વત્રિક મેઘમહેરથી અછતનું સંકટ ટળ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંછેલ્લા બે દિવસથી વરસાદની હેલી જામતા આકાશ દિવસ અને રાત વાદળોથી છવાયેલું રહેે છે અને જિલ્લામાં સૌથી વધુ સિદ્ધપુર અને પાટણ તાલુકામાંં 2 ઇંચ વરસાદ રવિવાર સાંજ સુધીમાં પડ્યો છે. ઉપરાંત પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, સમી, હારિજ, રાધનપુર, શંખેશ્વર, સાંતલપુર, પંથકમાં મેઘમહેર ચાલુ રહી હતી.

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને લીધે અષાઢી માહોલ સર્જાયો છે. આકાશમાં વાદળો અને ઠંડા પવનોથી શીતલહર પ્રસરી છે. રવિવારે દિવસે પાટણ સિદ્ધપુરમાં બે અને અન્ય તાલુકાઓમાં એક ઇંચ વરસાદ નોધાયો હતો. હાલની સ્થિતિએ જિલ્લાના નવ પૈકી સાંતલપુર અને ચાણસ્મા તાલુકાઓને બાદ કરતા બાકીના જિલ્લાના અન્ય સાત તાલુકાઓ પરથી અર્ધ અછતનું સંકટ લગભગ ટળી ગયું છે.

જોકે વરસાદની ધમાકેદાર એન્ટ્રીએ પાટણ પાલિકાના પ્રિમોન્સુન પ્લાનને ધોઇ નાખ્યો હતો જેમાં શહેરના નિચાણના વિસ્તારો જળ તરબોળ બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...