• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • માંગ નહિ સંતોષાય તો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરાશે

માંગ નહિ સંતોષાય તો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંસાંતલપુર તાલુકાના પર ગામના હજરતી દલિત પરીવારોની વિવિધ માંગણીઓને લઇ જિલ્લા કલેકટર કચેરી ખાતે કરાયેલા ધરણા પ્રદર્શનને ધ્યાને રાખી રાજ્ય સરકાર ધ્વારા તેઓને ન્યાય આપવામાં આવ્યો છે ત્યારે ચાણસ્મા તાલુકાના મણીયારી ગામના 6 જેટલા દલિત હજરતી પરીવારોને પણ ન્યાય મળે અને તેઓની માંગણીઓ પણ સંતોષાય તે બાબતે ગાંધીનગરમાં માનવ અધિકાર આયોગ અને નિયામક સમાજ કલ્યાણને રજુઆત કરી છે.

દલિત આગેવાન નરેન્દ્રભાઇએ કહ્યુ કે છેલ્લા ચાર માસથી ચાણસ્મા તાલુકાના મણીયારીગામ ના 6 દલિત હજરતી પરીવારના 33 લોકોને ન્યાય માટે રજુઆતો કરી રહ્યા છે. છતા સરકાર તરફથી કોઇ કાર્યવાહી હાથ ધરાતી નથી જો હિજરતી દલિત પરીવારોની માંગણી સરકાર ધ્વારા સંતોષવામાં નહિ આવે તો આગામી 10 મી એપ્રીલથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે અચોકકસ મુદતના ધરણા કરાશે તેવું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...