• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં ઓછા ફ્રોર્સથી પાણી આવતું હોવાની બૂમરાડ

પાટણમાં ઓછા ફ્રોર્સથી પાણી આવતું હોવાની બૂમરાડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાતંત્ર દ્વારા પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરાય તેવી રહિશોની માંગ

ઉનાળાનીશરૂઆત થતાંની સાથેજ શહેરના વિવિધ વિસ્તારોમાં અનિયમિત અને ઓછા ફ્રોર્સથી પાણી મળતું હોવાની બુમરાડ નગરજનોમાં ઉઠવા પામી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી શહેરના ટેલીફોન એક્ષચેન્જ માર્ગ પરની કેટલીક સોસાયટી વિસ્તારોમાં પાલિકાતંત્ર ધ્વારા અપાતુ પાણી ખુબજ ઓછા ફ્રોર્સથી અને અનિયમિત અપાતુ હોવાની ફરિયાદ ઉભી થવા પામી છે.

ટેલીફોન એક્ષચેન્જ રોડ ઉપર આવેલી કર્મભૂમિ સોસાયટીની મહિલાઓએ જણાવ્યુ હતું કે તાજેતરમાંજ વિસ્તારની પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ખામી સર્જાતા બે ત્રણ દિવસ બીલકુલ પાણીની પુરવઠો મળ્યો હતો ત્યારબાદ પાલિકાતંત્ર ધ્વારા તેનુ સમારકામ કરી પાણીનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

પરંતુ છેલ્લા બે દિવસથી અા વિસ્તારની કેટલીક સોસાયટીમાં પાલિકા ધ્વારા અપાતો પાણીનો ફ્રોર્સ ખુબજ ઓછો રખાતો હોઇ પુરતા પ્રમાણમાં પાણી નથી. આવતુ હોવાની બુમરાડ ઉઠવા પામી છેે. ત્યારે પાલિકાના સત્તાધિશોએ વિસ્તારના લોકોની રજુઆતને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરતી પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ બને તે દિશામાં કામગીરી હાથ ધરવી જોઇએ તેવો મત રહીશોએ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...