• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • યુનિ.ના રસાયણ શાસ્ત્ર ભવનમાં સેમ 4 ના છાત્રોની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ

યુનિ.ના રસાયણ શાસ્ત્ર ભવનમાં સેમ-4 ના છાત્રોની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસાયણ શાસ્ત્ર વિભાગની વિવિધ કોલેજોમાં 400 ઉપરાંત છાત્રોએ પરીક્ષા આપી

હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર વિભાગ અને એમ એન સાયન્સ કોલેજ સેમ-4 ના 180 જેટલા વિદ્યાર્થીઓની પ્રાયોગીક પરીક્ષાનો બુધવારના રોજથી પ્રારંભ થયો છે. જે પરીક્ષાઓ 6 એપ્રિલ સુધી ચાલશે.

બુધવારથી શરૂ થયેલી રસાયણ શાસ્ત્ર વિભાગના સેમ- 4 ના વિદ્યાર્થીઓની પ્રાયોગીક પરીક્ષામાં પરીક્ષકો પૈકી પાલનપુરની આર.આર.મહેતા કોલેજના પ્રો.કે.સી.પટેલ, પ્રો.મનોજ સોલંકી, પીલવાઇ સાયન્સ કોલેજના પ્રા.ગમનભાઇ જી બારાત, એમ.એન.સાયન્સ કોલેજ પાટણના પ્રો.વિપુલભાઇ પ્રજાપતિ, પ્રો.પી.સી.ભસીન, પ્રો.કોકીલાબેન પરમાર હાજર રહયા હતા.

જો કે યુનિવર્સિટી સંલગ્ન તલોદ હિંમતનગર મોડાસા મહેસાણા વિસનગર પીલવાઇ કડી અને પાલનપુરની કોલેજોમાં પ્રાયોગિક પરીક્ષાઓ 27 મી માર્ચે શરૂ થઇ હોય જેના તમામ કોલેજોમાં 30-30 ની બેન્ચમાં પ્રાયોગીક પરીક્ષાઓ લેવામાં આવી રહી હોવાનું અને 400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોવાનું પ્રા.કોકીલાબેન પરમારે જણાવ્યુ હતું. જયારે પાટણ યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર ભવનમાં બુધવાર રજાના દિવસે પણ પરિક્ષકોએ હાજર રહી પોતાની ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...