• Gujarati News
  • યુથ ફેસ્ટિવલ સમાપનમાં પણ નેતાઓ ફરક્યા

યુથ ફેસ્ટિવલ સમાપનમાં પણ નેતાઓ ફરક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણમાંપાટીદાર મહિલાઓના વેલણ ટંકારના ખૌફથી નેતાઓ જાહેર કાર્યક્રમોમાં ડોકાતા નથી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલના પ્રારંભ બાદ સમાપનમાં પણ નજારો જોવા મળ્યો હતો. પાટણના સ્થાનિક ધારાસભ્ય સહિત બે સંસદીય સચિવને સમાપનમાં આમંત્રણ હતુ પણ બેમાંથી એકપણ નેતા કાર્યક્રમમાં ફરક્યા નહોતા. જોકે યુનિ.ના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ સાથે સમાપન સમારોહ યોજાયો હતો.

યુનિવર્સિટીના 27માં યુવા મહોત્સવના પ્રારંભમાં બે મંત્રી વગર કાર્યક્રમ કરવો પડ્યો હતો. સ્થિતિ સમાપનમાં પણ સર્જાઇ હતી. બુધવારે કન્વેન્સન હોલમાં સંસદીય સચિવ અને સિટીંગ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇના મુખ્ય મહેમાન પદે તેમજ જળસંપત્તિ નિગમના સંસદીય સચિવ ભરતસિહજી ડાભીના અતિથિ વિશેષપદે યુથ ફેસ્ટિવલનો સમાપન કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જોકે બંનેમાંથી એકપણ નેતા કાર્યક્રમમાં ફરકતા પ્રારંભની જેમ સમાપન પણ યુનિ.ના અધિકારીઓના હસ્તે પાર પાડવામાં આવ્યો હતો. ફેસ્ટિવલની શરૂઆતમાં પાટીદાર મહિલાઓ યુનિ.ના ગેટ આગળ નેતાની રાહમાં થાળી વેલણ લઇને મોરચો માડ્યો હતો પણ કોઇ ફરક્યુ નહોતું. સમાપન વખતે યુનિવર્સિટી આસપાસ થાળી, વેલણ વિદ્રોહ જોવા મળ્યો નહોતો પણ જાણે તેની ગુંજ નેતાઓમાં ઘર કરી કઇ હોય તેમ જાહેર કાર્યક્રમમાં આવવાનું ટાળી રહ્યા હોય તેમ લાગી રહ્યાની ચર્ચાઓએ જોર પકડ્યુ હતું. કન્વેન્સ હોલમાં 24 ઇવેન્ટમાં વિજેતા કોલેજ, વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરી હતી. અત્રે સમાપન સમારોહમાં કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારા, ઉપકુલપતિ ર્ડા.દીપુબા દેવડા, રજિસ્ટ્રાર ર્ડા.ડી.એમ.પટેલ, ફરજ પરના ખાસ અધિકારી ર્ડા.દિલીપભાઇ પટેલ, ર્ડા.આશાબેન પટેલ, ર્ડા.રણછોડભાઇ ચૌધરી, ર્ડા.લલીતભાઇ પટેલ, ર્ડા.વિષ્ણુભાઇ ચૌધરી, મીતુલ દેલીયા અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.