• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાણીના પ્રશ્ને પાલિકામાં ઇન્દ્રપ્રસ્થ સોસા.ની મહિલાઓએ માટલા ફોડ્યા

પાણીના પ્રશ્ને પાલિકામાં ઇન્દ્રપ્રસ્થ સોસા.ની મહિલાઓએ માટલા ફોડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના હાઇવે વિસ્તારમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહિશોએ ઓછા ફોર્સથી મળતા પાણીના મામલે વિસ્તારના નગર સેવકો સહિત પાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરતા છતાં નિરાકરણ લાવતા આખરે રહીશોએ બુધવારની સાંજે પાલિકા કેમ્પસમાં આવી પાલિકા પ્રમુખના પીએની ચેમ્બરમાં માટલા ફોડી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.

શહેરના હાઇવે વિસ્તારમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહિશો છેલ્લા કેટલાક સમયથી અપુરતા ફોર્સથી પાણી બાબતે રહીશો દ્વારા વિસ્તારના નગર સેવકો સહિત અનેક વખત પાલિકા તંત્રને લેખિતમાં તેમજ મૌખિકમાં રજુઅાત કરી પુરતા પ્રમાણમાં પાણી મળે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી રહિશોની માંગ નહિ સંતોષતા બુધવારની સાંજે મહિલાઓએ પાલિકા કેમ્પસ ખાતે આવી પોતાની સહન શિલતા ગુમાવી પ્રમુખની ઓફિસ બહારની પીએની ઓફિસમાં માટલા ફોડી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.

મહિલાઓના આક્રોશને પારખી ગયેલા પાલિકા પ્રમુખ અલ્કાબેન બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરાવી પુરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા હૈયા ધારણા આપી હતી.

જ્યારે શહેરના છીડીયા દરવાજા બહાર આવેલી પ્રિયા રેસીડેન્સીના રહીશોએ પણ પાલિકા પ્રમુખ સમક્ષ રોડ રસ્તા અને પાણીના પ્રશ્ને રજુઆત કરી હતી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની પ્રાથમિક જરૂરીયાત સમા પાણીના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા પાલિકા પ્રમુખે વોટર વર્કસ શાખાના કર્મચારીઓને સુચના આપી સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યુ હતું.

પ્રિયા રેસીડેન્સીના રહીશોએ પણ રોડ-રસ્તા અને પાણી બાબતે પાલિકા પ્રમુખ સમક્ષ રજુઆતો કરી