• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • માણસ માણસ બને તોજ દેશમાં શાંતિ અને અમન સ્થાપી શકાય

માણસ માણસ બને તોજ દેશમાં શાંતિ અને અમન સ્થાપી શકાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇદુલફિત્રના પાવન પર્વને અનુલક્ષી શહેર કોંગ્રેસ સમિતિ ધ્વારા બુધવારના રોજ શહેરના બુકડી વિસ્તાર આવેલ કેશવવાડી ખાતે ઇદ મિલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

ઇદ મિલનના પ્રસંગે પાટણ મેદ્દેશા કન્જેમરના મૌલાવી ઇમરાન સાબ, મૌલવી ઇમરાન સુપરે ખાસ ઉપસ્થિત રહી ઇદની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે કુદારતી આફતોમાં જેટલા મૃત્યુ થતા નથી. તેના કરતા વધારે અત્યારે કોમી હુલ્લડોમાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે આજના સમયે માણસે બનવાની જરૂર છે અને તોજ દેશમાં શાંતિ- અમન સ્થાપી શકાશે પ્રસંગે પાટણના અગ્રણી પૂર્વ ધારાસભ્ય કાન્તીલાલ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠકકર, પૂર્વ પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ, ભરત ભાટીયા, જસવંત ઠકકર, મુમતાઝ બાનુ, ચેતનાબેન પ્રજાપતિ સહિતના ઉપસ્થિત રહી કોમી એખલાસ વચ્ચે ઇદ મિલન ની ઉજવણી કરી હતી. ઇદમીલન કાર્યક્રમને સફળ બનાવવા હુસેનમીયા સૈયદ, યાસીન મિરઝા, રફિક ખાન મણુંદ સહિત યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...