તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિદ્ધપુર શાળા મંડળની કર્મીઓને રિકોલ કરવાની કાર્યવાહી માન્ય

સિદ્ધપુર શાળા મંડળની કર્મીઓને રિકોલ કરવાની કાર્યવાહી માન્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરનીએક ખાનગી શાળામાં ફાજલ થયેલ બે શિક્ષકો પૈકી એક શિક્ષકને રિકોલ કરાતાં વિવાદ થવા પામ્યો હતો અને મામલો ગુજરાત શૈક્ષણિક સંસ્થા એવા ટ્રિબ્યુનલ અમદાવાદમાં પહોંચી ગયો હતો. જેના હુકમમાં શાળા મંડળે કર્મચારીને રિકોલ કરવા કરેલ કાર્યવાહીને શૈક્ષણિક ટ્રિબ્યુનલે માન્ય રાખી હતી.

સિદ્ધપુરની શેઠ એમ.પી.હાઈસ્કૂલમાં તા.31.7.2012ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિને કારણે એક જગ્યા ખાલી પડતાં તે શિક્ષકની જગ્યા માટે મંડળે સરકારની ગાઇડલાઇન, ઠરાવો અને પરિણામોને અાધારે સંસ્થામાંથી ફાજલ થયેલ અને બી.એમ.હાઈસ્કૂલ પાટણ ખાતે ફરજ બજાવતાં મુકેશભાઇ ચૌધરીને રિકોલ કરવા જરૂરી કાર્યવાહી કરી હતી. જેને જિલ્લા શિક્ષણ અધિકારી પાટણે મંજૂરી આપતા ઓગસ્ટ-2012માં શાળાના ફરજ ઉપર હાજર કર્યા હતા. જે કાર્યવાહીથી નારાજ થઇને એજ સંસ્થામાંથી ફાજલ તરીકે જોડાયેલા અને ફાજલ થયેલા શિક્ષક બાબુભાઇ ચૌધરીએ શૈક્ષણિક ટ્રિબ્યુનલ ખાતે અપીલ કરી રિકોલ કરતો હુકમ ગેરકાયદેસર હોવાનું જણાવી તેની સામે દાદ માંગી હતી. જે કેસનો 12.2 .2016 ના રોજ આખરી હુકમ થતાં શાળામંડળ રિકોલ કરતાં મુકેશભાઇના હુકમને માન્ય રાખ્યો હતો.

સચિવ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલના જી.એન.પટેલે હુકમ કરતાં જણાવ્યું હતું કે 16.6.1998ની પોલીસી અન્વયે માતૃસંસ્થા જેની હોય તે શિક્ષકને રીકોલ કરવાની જોગવાઇ છે. સિનિયર શિક્ષક હોય તેને રિકોલ કરવો તેવું જણાવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...