તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ ડીસા રૂટમાં વધુ બસ ફાળવવા વિદ્યાર્થીઓની માગ

પાટણ-ડીસા રૂટમાં વધુ બસ ફાળવવા વિદ્યાર્થીઓની માગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ-ડીસાહાઇવે પર આવતા ગામોના વિદ્યાર્થીઓને સવારે પાટણ શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે આવવાનું હોય છે. ત્યારે પાટણ ડેપોની બસ પાટણ-ડીસા રૂટ પર મૂકવામાં વિદ્યાર્થીઓએ શુક્રવારે પાટણ એસટી બસ ડેપોમાં સૂત્રોચ્ચાર કરી લેખિતમાં રજૂઆત કરી હતી.

પાટણ એસ.ટી ડેપોમાં સવારે મોટી સંખ્યામાં પાટણ-ડીસા વચ્ચે આવતા જંગરાલ, વદાણી, વાગડોદ, ભીલવણ, મેલુસણ સહિ‌ત ગામડાના વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. વિદ્યાર્થીઓ બસના અભાવે સવારે નિયત સમય પ્રમાણે પહોંચતા નથી. ડીસા ડેપોની એક બસ 8 કલાકે હોય છે અને તેમાં મુસાફરોની ક્ષમતા કરતા વધારે માણસો હોવાથી બસ ગામ આગળના સ્ટેન્ડે ઉભી રહેતી નથી. જેથી પાટણ આવનાર વિદ્યાર્થીઓ સમયસર શાળા કે કોલેજમાં પહોંચી શકાતા નથી અને તેની અસર શિક્ષણ પર પડી રહી છે. આથી પાટણ ડેપોની બસ સવારે 7 કલાકે ડીસાથી ઉપાડીને પાટણ તરફ મોકલવા નવી બસ સેવા ચાલુ કરવામાં આવે તેવી માંગ કરતું આવેદન પત્ર એસ.ટી ડેપોના હે.મિકેનીક જીતુભાઇ પરમારને આપ્યુ હતું.

પાટણ-ડીસા રૂટમાં બસની કેપિસીટી કરતા વધારે પેસેન્જર હોય છે. તેથી અલગ બસ મૂકવા રજૂઆત કર્યાનું વિદ્યાર્થિની નિમીષાબેન પટેલ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...