તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણથી શંખેશ્વર નવી બસ શરૂ કરવા લોકમાંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વરતાલુકાના 25 જેટલા ગામોના લોકોને શંખેશ્વરથી રોજ પાટણ ખાતે ખરીદી તેમજ ખાસ કરીને હોસ્પિટલોમાં દર્દીઓને લઇને જવાનું હોવાય છે. જેમાં પાટણ ખાતે સવારે દસ કલાકે પાલનપુર-શંખેશ્વર બસ ઉપડયા પછી અઢી વાગ્યા સુધી કોઇ બસ શંખેશ્વર આવવા માટે નથી.

જેથી દર્દીઓ સાથે આવેલ સંબંધીઓને ત્રણ કલાક બસ સ્ટેન્ડમાં બેસવાનો વારો આવે છે અથવા ત્રણ બસ બદલી હારીજ-સમી થી શંખેશ્વર આવવું પડે છે. જેમાં મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. શંખેશ્વર તાલુકાના લોકોની માંગ છે કે પાટણથી બપોરના એક વાગે શંખેશ્વર વાયા હારિજ-મુજપુર-કુંવારદ રણોદ રૂની શંખેશ્વર બસ શરૂ કરવામાં આવે જે બસ શંખેશ્વર થી સાડાત્રણ વાગે પરત થાય અને ફરી સાંજે 7 કલાકે શંખેશ્વર આવવા ઉપડે અને રાત્રે શંખેશ્વર પડી રહી સવારે 6 કલાકે શંખેશ્વર થી પાટણ તરફ જાય તો ચાર ગામોના મુસાફરો તેમજ શંખેશ્વર આવતા અન્ય ગામોના લોકોને રઝળપાટ કરવામનો વારો આવે નહી. અને વાયા ત્રણ બસ બદલી રૂપિયા 15 વધારાનું ભાડું ચૂ઼કવવું ના પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...