તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં શિક્ષણની સાથે વૃદ્ધાશ્રમ માટે ફંડ ભેગંુ કરતા છાત્રો

પાટણમાં શિક્ષણની સાથે વૃદ્ધાશ્રમ માટે ફંડ ભેગંુ કરતા છાત્રો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : શહેરમાંનોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટી.એસ.આર.કોમર્સ કોલેજના અંગ્રેજી માધ્યમના 20 વિદ્યાર્થીઓએ વયસ્કોને મદદરૂપ થવાનો પ્રોજેક્ટ હાથ લીધો લીધો છે. જેના ભાગરૂપે શુક્રવારે શહેરના તિરૂપતિ, સિટીપોઇન્ટ સહિતની દુકાનોમાં ફરીને ખીમીયાણા વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે દુકાને દુકાને ફરીને ઝોળી ફેલાવીને ફંડ એકત્ર કર્યુ હતું. કોલેજના હરીઓમ પટેલ સહિત છાત્રોએ કહ્યું કે ખીમીયાણા વૃધ્ધાશ્રમમાં 23 દાદા-દાદી રહે છે. દાન ફંડ એકત્ર કરીને તેમને જરૂરી સુવિધા વૃધ્ધાશ્રમમાં કરી આપીશું. અમે બે ગૃપમાં વૃધ્ધાશ્રમ માટે કામ કરી રહ્યા છીએ. કોલેજમાં લેકચર પૂર્ણ થાય એટલે હળવાસના સમયે પ્રી. જે.વી. પટેલ અને પ્રો.દક્ષાબેન જોષીના માર્ગદર્શન હેઠળ પ્રવૃતિ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...