તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શંખેશ્વરમાં ઇન્ટરનેટ બંધ છતાં ગ્રાહકોને બીલ ભરવા પડે છે

શંખેશ્વરમાં ઇન્ટરનેટ બંધ છતાં ગ્રાહકોને બીલ ભરવા પડે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારંવાર BSNL નેટ સેવા બંધ થતા ગ્રાહકો પરેશાન

ભાસ્કર ન્યુઝ.શંખેશ્વર

શંખેશ્વરજૈન તિર્થની સાથે પાટણ જિલ્લાના તાલુકાનું મુખ્ય મથક છે. અહીંયા વરસે દહાડે હજારો યાત્રિકો અને શંખેશ્વર સહિત આજુ બાજુના ગામના લોકો શંખેશ્વર આવે છે અને તાલુકાની કચેરીમાં કામકાજ કઢાવે છે. પરંતુ છેલ્લા મહિનાથી વાંરવાર ઇન્ટરનેટ બી.એસ.એન.એલ.નું બંધ થતા કચેરીઓ અને બેંકમાં કામ બંધ થઇ જાય છે. જ્યારે ગ્રાહકોને પણ નેટની મુશ્કેલી પડે છે. બીજી તરફ કંપની દ્વારા પુરૂ બીલ આપવામાં આવે છે. જેથી ગ્રાહકો અને લોકો બી.એસ.એન.એલ.ની સુવિધાથી ત્રાસી ગયા છે. અધિકારીઓ બાબતે કોઇ ધ્યાન આપતા હોવાની રાડ ઉઠી છે.

શંખેશ્વરમાં બી.એસ.એન.એલ.લેન્ડ લાઇનના ગ્રાહકોને પહેલા પુરતી સેવા મળતી હતી. પરંતુ બે વર્ષમાં કંપની ધ્વારા વારંવાર લાઇનો બંધ થતા ગ્રાહકો બીજી કંપનીમાં જોડાવા લાગ્યા હતાં. જેથી થોડો સુધારો થયો હતો. જયારે છેલ્લા મહિનાથી ઇન્ટરનેટ સેવા વારંવાર બંધ થઇ જતા તાલુકાની કચેરીઓ અને બેંકોમાં કલાકો સુધી કામ અટવાઇ જાય છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.

ઇન્ટરનેટની સુવિધા ધરાવતા ગ્રાહકોની પણ ફરિયાદ છે કે ઘણા નેટ બંધ હોવા છતાયે બી.એસ.એન.એલ કંપની ધ્વારા પુરા બીલ આપવામાં આવે છે. જે બાબતે હારિજ, પાટણ, મહેસાણા ઓફિસોમાં સંપર્ક સાધતા અધિકારી કંઇ જવાબ આપતા નથી અને એક બીજા ઉપર ઢોળી તપાસ કરવા કહી રહ્યા છે. ત્યારે બી.એસ.એન.એલ.ની પુરી સુવિધા મળે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...