• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • \"ધંધો કરવો હોય તો 5 લાખ આપી દે\' સિદ્ધપુરમાં કોન્ટ્રાકટરને ઝૂડી નાખ્યો

\"ધંધો કરવો હોય તો 5 લાખ આપી દે\' સિદ્ધપુરમાં કોન્ટ્રાકટરને ઝૂડી નાખ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરનીફૂડ ઇન હોટલમાં ચાર શખ્સોએ એક કો્ન્ટ્રાકટ્રને પકડી લુખ્ખી દાદાગીરી કરી અહીં ધંધો કરવો હોય તો રૂ.5 લાખની ખંડણીની માંગણી કરતા તે અાપવાનો ઇન્કાર કરી દેતા પટ્ટા વડે મારપીટ કરી નાસી ગયા હતા જેઓની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

ઉત્તર પ્રદેશના વતની અને છેલ્લા 18 વર્ષથી સિધ્ધપુરમાં રહીને રોડ કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા રાજુખાન નન્હેખાન પઠાણ પાસે શહેરના રહીશ જાહીરખાન ઉસ્માનખાન પોલાદી, ઇમરાનખાન યાસીનખાન ગોલ, સોયેબખાન પોલાદી અને સાહીબ હુસેન હેદરખાને રૂ.5 લાખની ખંડણી માંગીને તાવડીયા ચોકડી પાસેની હોટલમાં જમવાનું પાર્સલ લઇને જતા પૈસા માંગતા શખ્સોએ ઉશ્કેરાઇ જઇ મારપીટ કરી હતી. ઇજાગ્રસ્તને સિવિલમાં લઇ જઇ સારવાર કરાવાઇ હતી.પીએસઆઇ એસ.એ.દેસાઇએ જણાવ્યું હતું કે ચારેય શખ્સોને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...