• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સેમેસ્ટર 1 અને 3માં ATKTના છાત્રોની પરીક્ષા લો : એબીવીપીનો સંકુલમાં અડીંગો

સેમેસ્ટર 1 અને 3માં ATKTના છાત્રોની પરીક્ષા લો : એબીવીપીનો સંકુલમાં અડીંગો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 5માં એટીકેટીના વિદ્યાર્થીઓની માફક સેમેસ્ટર 1 અને 3ની એટીકેટીની પરીક્ષા લેવાની માંગ કરીને એબીવીપીના કાર્યકરોએ સોમવારે સંકુલમાં અડિંગો જમાવ્યો હતો.

યુનિ. દ્વારા સ્નાતક કક્ષાએ છેલ્લા સેમેસ્ટર સુધી પહોચેલ વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તે હેતુથી સેમેસ્ટર 5 માં એટીકેટી પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. સોમવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકરોએ સેમ 1 અને 3 ATKT પરીક્ષાની માંગ કરી હતી. જિલ્લા સંયોજક કિશન દેસાઇએ જણાવ્યું હતું કે, બી.એ, બી.કોમ, બી.અેસ.સી સહિતની ફેકલ્ટીઓના સેમ 1 અને 3ની પરીક્ષામાં ઘણા એકાદ બે વિષયમાં નાપાસ થતાં પરિણામ એટીકેટી આવ્યું છે. યુનિ.એ પ્રત્યેક સેમની એટીકેટીની પરીક્ષા દર મહિને લેવી જોઇએ.

સેમ 5ની પરીક્ષાનું આયોજન આવકાર્ય છે તેમ સેમ 1 અને 3 ની પરીક્ષા લો. જ્યાં સુધી નિર્ણય નહી આવે ત્યાં સુધી સંકુલમાં પ્રતીક પડાવ ચાલુ રાખીશું. અંગે કા.કુલસચિવ દ્વારા આગામી કારોબારી સમિતિની બેઠકમાં વિદ્યાર્થીઓની રજૂઆત મૂકાશે અને પરામર્શ કરી નિર્ણય લેવાશે તેમ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...