તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 37 સરકારી શાળાની છાત્રાને કરાટેની ખાસતાલીમ અપાશે

37 સરકારી શાળાની છાત્રાને કરાટેની ખાસતાલીમ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આત્મરક્ષણ માટેની 45 દિવસની તાલીમ ગોઠવવાનું આયોજન

પાટણજિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સરકારી 37 શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કરાટે શીખવી આત્મ રક્ષણથી સજ્જ કરવામાં આવશે. માટે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરાટે તજજ્ઞો નક્કી કરવા તૈયારી કરાઇ છે. જે સરકારી શાળાઓમાં 45 દિવસ કન્યાઓને કરાટે શીખવશે.

જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કન્યાઓને આત્મ રક્ષણ માટે તૈયાર કરવા સરકાર દ્વારા પ્રતિ શાળા રૂ.9 હજાર ગ્રાન્ટની જોગવાઇ કરાઇ છે. જે અંતર્ગત તાજેતરમાં બનાસકાંઠાની એક કરાટે સંસ્થા સાથે શિક્ષણાધિકારી એસ.કે. વ્યાસે પરામર્શ કર્યો હતો અને આગામી દિવસોમાં શાળાઓમાં 15, 15 દિવસના ત્રણ તબક્કા મળી કુલ 45 દિવસ દરમિયાન રોજ એક કલાક કરાટે શીખવીને કન્યાઓને આત્મર ક્ષણથી સજ્જ કરવાનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ 9થી 12માં કુલ ઓછામાં ઓછી 15 કન્યા ધરાવતી સરકારી શાળાઓને તાલીમ હેઠળ આવરી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...