તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • વર્ષે પાટણ પોલીસ નવરાત્રીમાં બાળકો વડીલો સાથે ગરબે ઘૂમશે

વર્ષે પાટણ પોલીસ નવરાત્રીમાં બાળકો-વડીલો સાથે ગરબે ઘૂમશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણપોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લા પોલીસ પરિવાર દ્રારા યોજાનાર નવરાત્રી દાંડીયા મહોત્સવમાં વર્ષે જિલ્લાની આશ્રમશાળાઓના બાળકો તેમજ સિનિયર સિટીઝનોને આમંત્રિત કરી આધુનિક ગરબા મહોત્સવમાં સહભાગી કરવામાં આવનાર છે.

વરાત્રીને આડે હવે ગણતરીના દિવસો છે. ત્યારે પોલીસ હેડ કવાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. મહોત્સવમાં નામાંકિત કલાકારો કિંજલ દવે, રાકેશ બારોટ, જીજ્ઞેશ કવિરાજ, વિક્રમ ઠાકોર, નીતિન બારોટ, તેજલ ઠાકોર તેમના કોકીલકંઠે ગરબાની રમઝટ જમાવશે. ગરબા મહોત્સવમાં સર્વમંગલ આશ્રમશાળા, પાટણ મૂકબધિર સ્કૂલ, યોગી નવજીવન આશ્રમશાળા, કૈલાશઆશ્રમ, સેવાળા, બાળસંભાળગૃહ સેદ્રાણા, પાટણ ચિલ્ડ્રન હોમ સહિતની સંસ્થાઓના બાળકો તેમજ જીવનસંધ્યા, વાત્સલ્યધામ બાલિસણાના વૃદ્ધો, પોલીસ દ્વારા તેમના વાહનમાં લવાશે, તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરાશે.

સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ ગ્રાઉન્ડમાં આયોજન

અન્ય સમાચારો પણ છે...