તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • આજથી 2જી ઓક્ટોબર સુધી શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાશે

આજથી 2જી ઓક્ટોબર સુધી શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લામાં પંડિત દિનદયાળની 25મી સપ્ટેમ્બરે જન્મ જયંતીથી 2જી ઓક્ટોબર ગાંધી જયંતી દરમ્યાન શાળાઓમાં સ્વચ્છતા અને સામાજિક સમરસતાની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે. જોકે હાલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે દરમ્યાન રેલી ઉપરાંત, વકતૃત્વ, ચિત્ર સહિતની સ્પર્ધાઓ અને વિવિધ કાર્યક્રમો વિદ્યાર્થીઓને અવરોધરૂપ બની રહેશે.

પાટણ જીલ્લાની શાળાઓમાં સ્છચ્છતા અને સામાજીક સમરસતા ઉજવણી અતંર્ગત દરેક શાળાઓને વૈવિધ્ય લોકજાગૃતિના કાર્યક્રમો કરવા પરીપત્ર કરાયો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.વ્યાસે જણાવ્યું હતું.જે પૈકી જીલ્લામાં 249 જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમીક શાળાઓમાં હાલ ધોરણ9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે.આ શાળાઓને પણ સપ્તાહ ઉજવણીમાં આવરી લેવાઇ છે.જેમાં આગામી તા2 ઓક્ટોબર દરમ્યાન શાળા કક્ષાએ સ્વચ્છતા રેલી કાઢવી, નિબંધ, વકૃત્વ સ્પર્ધા, શાળાઓમાં કચરાપેટી રાખવી, જાહેરસ્થળો પર સફાઇની લોકજાગૃતિ કેળવવી, ગામમાં ખુલ્લામાં થતી શૌચક્રિયા વિરુધ્ધમાં ઓડીએફની લોકજાગૃતિ કેળવવા સહિતના કાર્યક્રમો સુચવતા કરાનાર છે.અન્ય સમાચારો પણ છે...