તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરાણે ત્યાગ કરાય સાચો ધર્મ નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણનીજનતાને ધર્મનો સ્પષ્ટ સંદેશ આપતાં પ્રવચનકાર જૈનાચાર્ય શ્રીમદ વિજય યુગચંદ્ર સુરીશ્વરજીએ ગુરૂવાણી દ્વારા સમજાવ્યું હતું કે, જન્મમાં મળેલ ભોગ સામગ્રી એક દિવસ ઇચ્છા કે અનિચ્છાએ છોડવી પડવાની છે. રીતે પરાધીન પણે ઘણું છોડ્યું છે પણ સ્વાધીનપણે છોડીએ ત્યારેજ સાચો ધર્મ થાય. કોઇને 400 ડાયાબિટીસ હોય એના ઘરે મીઠાઇ રોજ બનતી હોય પણ ડોક્ટરની ના હોવાથી તેણે ખાવી છોડી દેવી પડે છે. જોકે તેમ છતાં તેના મનમાં મીઠાઇ ખાવાની ઇચ્છા ઘણી પડી હોય છે. આવો પરાણે ત્યાગ કરાય સાચો ધર્મ નથી.

માનવ ભવમાં મળેલ ભોગ સાધનો માટે વિચારવું જોઇએ. પોતાની આવડત બુધ્ધિ હોંશિયારીથી લાખો કરોડોનું એમ્પાયર ઉભુ કરનાર ધનિક કોઇક દિવસ શેરબજાર કે એમસી એક્સના મોટા સોદામાં ક્યાંક થાપ ખાઇ જાય અને ઉપર ચઢતી તેની ગાડી ઉતરવા માંડે. કરોડપતિમાંથી રોડપતિ પણ બની જાય. બધા કોના ખેલ છે તે પૂણ્ય પાપના અકળ ગણિત સમજે એને બધું જલદી સમજાઇ જાય. તમને મળેલી સંપત્તિ સત્તા અચાનક ચાલી કેમ ગઇ તો જ્ઞાનિ ભગવંતો કહે છે કે, પૂણ્યકર્મ પૂરૂ થયું એટલે તમારી પાસેની સુખની તમામ સામગ્રી કર્મ સત્તાએ એક ઝાટકે છીનવી લીધી. દયા માયા જેવી કોઇ ચીજ નથી. કોઇ માણસને ઉંઘમાં સપનામાં એવું દેખાય કે તે પોતે આખી દુનિયાનો માલિક બની ગયો છે બધા માણસો મારા ચરણોની સેવા કરી રહ્યા છે. જગતમાં મારી આજ્ઞા ફેલાઇ ગઇ છે પણ બધું આંખ ઉઘડશે કે તરત અલોપ થઇ જશે. સમીકરણને સમજી જાય તેને સંસારની કોઇ સમસ્યા પરેશાન કરતી નથી. સ્વાર્થ પ્રધાન સંસારમાં રોજ તમારી સાર સંભાળ લેનાર ઘરના સદસ્યો પણ જે દિવસે તમારૂં શરીર રોગગ્રસ્ત બનશે. અડધું અંગ પેરેલીસીસનો ભોગ બનશે પછી કેવો પ્રતિભાવ દર્શાવે છે તે જરા ધ્યાનથી જોજો. તેમાં સ્વાર્થ મળતો બંધ થતાં મન:સ્થિતિ પણ બદલાઇ જાય છે. પાણીનો ગ્લાસ આપતાં પણ મોઢાની રેખા બદલાઇ જાય. નર્યુ અને વાસ્તવિક કડવું સત્ય છે. એને સમજી લેનારો આબાદ બની જાય છે. બાકીનાની જિંદગી બરબાદ થયા વીના રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો