તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • યુનિવર્સિટીમાં ઇન્સપાયર શિબિરમાં છાત્રોની અવકાશ પ્રત્યે રૂચિ કેળવાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીમાં ઇન્સપાયર શિબિરમાં છાત્રોની અવકાશ પ્રત્યે રૂચિ કેળવાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બાયોટેકનોલોજી ભવન દ્વારા ધોરણ11-12ના વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રસરૂચિ જગાવતા પાંચ દિવસીય ઇન્સપાયર કેમ્પના રવિવારે પ્રારંભ પ્રંસગે ભારતીય અંતરિક્ષ સોસાયટીના પ્રમુખ(મુંબઇ)એ અવકાશ વિજ્ઞાન અને બ્રહ્માંડના રહસ્યો વિશે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા જગાવીને સંશોધન તરફ રસરૂચિ કેળવી હતી. અત્રેના કેમ્પમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 250 વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.

સોમવારે ગણિત વિષય સંબધીત સાયન્સીફીક સેશન યોજાશે તેમજ વિદ્યાર્થીઓ યુનિના લાઇફસાયન્સ, બોટની, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી,એન્વાયરમેન્ટલ સાયન્સ, કેમેસ્ટ્રી ફીઝીક્સ, મેથેમેટીક્સ ડીપાર્ટમેન્ટની મુલાકાત લઇને માહિતી મેળવશે. મંગળવારે વિદ્યાર્થીઓઅમદાવાદ સાયન્સ સિટીની ટુર કરશે. બુધવારે બાયોલોજી અને ફિજીક્સમાં સંશોધનના વર્તમાન ટ્રેન્ડ વિષે વાર્તાલાપ અને ગુરુવારે વિદ્યાર્થીઓના પ્રત્યુત્તર તેમજ પુસ્તક, પ્રેકટીલ ગેઝેટ અને સાયન્સ સિડી ફાળવાશે. રવિવારે રંગભવન હોલમાં ઉપકુલપતિ ર્ડા.દીપુબા દેવડા, રજીસ્ટ્રારડી. એમ.પટેલની ઉપસ્થિતમાં કેમ્પને ખુલ્લો મૂકાયો હતો. ભારતીય અંતરિક્ષ સોસાયટીના પ્રમુખ સાયન્ટીસ્ટ ર્ડા.જે.જે.રાવલે આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને પૃથ્વી સહિતના આઠ ગ્રહોથી બનતા આપણા સૂર્યમંડળ અને મંગલયાન પ્રોજેક્ટમાં ભારતની સફળતાનો ખ્યાલ આપીને પ્રેઝનટેશન થકી અવકાશની સફર કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો