તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણશહેરનાં સુભાષચોક પાસે આવેલા વણકરવાસમાં રહેતાં એક યુવકે તેનાં ઘરનાં બીજા માળે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. યુવકે કયા કારણસર પગલું ભર્યુ તેનું રહસ્ય હજુ અકબંધ છે. પોલીસે પાટણ સીવીલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી હતી.

વણકરવાસમાં રહેતાં કમલેશભાઇ વિરચંદભાઇ પરમાર સેન્ટીંગ અને છૂટક મજુરીનું કામ કરી પોતાના પરીવારનું જીવન નિર્વાહ કરતાં હતા. દશેક દિવસ અગાઉ તેમની પત્ની તેમનાં બે સંતાનો સાથે પિયર ગયેલી હતી તેમનાં માતા , ભાઇ-બહેન અને કમલેશભાઇ એમ ચાર જણા ઘરમાં રહેતાં હતા. શનિવારે રાત્રે કમલેશભાઇ પરમાર તેમના ઘરનાં બીજા માળે સુવા માટે ગયેલા હતા. સવારે તેઓ મોડે સુધી નીચે આવ્યા હોવાથી તેમના ભાઇ નયનભાઇ પરમાર ઘરના બીજા માળે ગયા ત્યારે રૂમમાં કમલેશભાઇ પરમાર દોરીયા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા. સ્નેહી સ્વજનોમાં ભારે અરેરાટી પ્રસરી હતી. શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવકનું પાટણ સીવીલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું અને શહેર બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હેડ કોન્સટેબલ કિરીટભાઇએ જણાવ્યુ હતું કે યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો છે કોઇ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો