તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • વાગડોદ પંથકમાં લીલા ઘાસના ઝેરી તત્વથી 23 પશુના મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગડોદ પંથકમાં લીલા ઘાસના ઝેરી તત્વથી 23 પશુના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરસ્વતીતાલુકાના વાગડોદ પંથકના ખારેડા ઉંટવાડા ભાટસણ અને વહાણા ગામોમાં લીલો ઘાસચારો આરોગવાથી 40 પશુઓને ખોરાકી ઝેરની અસર થતાં તે પૈકી 23 પશુઓના મોત છેલ્લા અઠવાડીયામાં થયા છે. જ્યારે 17 પશુઓને તાત્કાલીક સારવાર આપીને બચાવી લેવાયા છે.આ પશુઅોના મોતથી પશુપાલકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી.લીલા ઘાસમાં નાઇટ્રેટ નામના ઝેરી રસાયણ ઉત્પન્ન થતું હોવાથી પશુઓએ તણે ઘાસચારો આરોગતાં ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું જણાયું છે.

પાટણ જિલ્લામાં સતત એક અઠવાડીયા સુધી વરસાદી વાતાવરણ રહેતાં ધાન્ય વર્ગના છોડને સુર્યપ્રકાશ મળ્યો નથી જેના લીધે ઘાસના છોડમા઼ નાઇટ્રેટ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થતાં પશુઓ માટે ઘાતક પુરવાર થયું છે.

સરસ્વતી તાલુકાના ખારેડા ,ભાટસણ, ઉંટવાડા અને વહાણા ગામોમાં અેક અઠવાડીયામાં 40 જેટલા પશુઓને ખોરાકી ઝેરની અસર થતાં તેમની તબીયત લથડી હતી જેમાં ખારેડા ગામે 5 ભેંસો અને 8 બચ્ચાં જ્યારે વાહણામાં 3 ભેંસ અને 7 બચ્ચાંના મૃત્યું થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો