તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • મધ્યાહન ભોજન યોજનામાં બાળકોના મોંઢાનો કોળીયો બીજે જાય છે : સાંસદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યાહન ભોજન યોજનામાં બાળકોના મોંઢાનો કોળીયો બીજે જાય છે : સાંસદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણમાં જિલ્લા ગ્રામ વિકાસ અેજન્સીની મોનિટરીંગ કમિટીની બેઠક યોજાઈ

ભાસ્કરન્યૂઝ | પાટણ

પાટણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-અોર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટિની બેઠકમાં સાંસદ લીલાધર વાઘેલાએ મધ્યાહન ભોજનમાં થતી કથિત ગેરરીતિની ગંભીરતાથી નોંધ લઇ ઘનિષ્ટ ચેકિંગ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. જોકે સમીક્ષા દરમ્યાન વિવિધ અનેક યોજનાઓમાં તંત્રની કામગીરી નબળી હોવા છતાં તે બાબતે ખાસ કોઇ ગંભીરતાથી નોંધ લેવાઇ હતી.

જેમાં મધ્યાહન ભોજન યોજનાની સમીક્ષા વખતે સાંસદે ભાર પૂર્વક કહ્યુ હતું કે, મધ્યાહન ભોજન યોજનામાં જે ચાલતુ હોય તે દુ:ખદ હોય છે. બાળકોના મોંઢાનો કોળીયો બીજે જતો રહે છે. જેથી યોજનામાં ઘનિષ્ટ ચેકીંગ કરવા માટે સૂચના આપી હતી. જ્યારે ડિજિટલ ઇન્ડીયા, લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન પ્રોગામની કામગીરીની સમીક્ષા વખતે સંસદીય સચિવ રણછોડ દેસાઇએ જમીન માપણી અંગે સવાલ ઉઠાવતાં હજુ ઘણાં ખેડૂતોનાં પ્રશ્નો ઉભા છે અને અહીં 100 ટકા કામ પૂર્ણ થયાનું દર્શાવાય છે તેવી ટકોર કરતાં તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠ્યા હતા. પાટણ સર્કિટ હાઉસ ખાતે શનિવારે બપોરે સાંસદ લીલાધર વાઘેલા, રાજ્યસભા સાંસદ દિલીપભાઇ પંડ્યા અને સંસદિય સચિવ રણછોડ રબારી સહિત તાલુકા પંચાયતોનાં પ્રમુખોની ઉપસ્થિતીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ...અનુસંધાન પાન 8

મધ્યાહનભોજન...

સ્વચ્છભારત મિશન, શહેરી અમૃતમ મિશન યોજના, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતી યોજના, પ્રધાનમંત્રી ઉજવલા યોજના, ડિજિટલ ઇન્ડિયા, લેન્ડ રેકર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ તેમજ સર્વ શિક્ષા અભિયાન સહિત આરોગ્ય વિભાગની પણ વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી એસ.કે.મકવાણાએ કુંટુંબ નિયોજનમાં પૂરૂષ અને સ્ત્રી નશબંધીમાં જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે પરંતુ ઓછો સેક્સ રેશીયો ધરાવતા રાજ્યમાં ચાર જિલ્લાઓમાં પાટણ જિલ્લાનો સમાવેશ થયો હોઇ તે ચિંતાજનક બાબત છે તે અંગે તેમજ કલેકટર કે.કે. નિરાલાએ જિલ્લામાં સારો મીટીંગ હોલ હોઇ અધિકારીઓ પદાધિકારીઓને પ્રોટોકોલ પ્રમાણે કઇ રીતે બેસાડવા તેનો પ્રશ્ન હોવાનું ધ્યાને લાવ્યું હતું.

બેઠકમાં નિવાસી અધિક કલેકટર એમ.જે.દવે, ડીડીઓ રાજેશ રાજગુરૂ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એે.એ. વ્યાસ, કે.જે.પટેલ,સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ જીવણ અાહિર, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ સેજલબેન દેસાઇ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો