તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં વરસાદ નહીં

દક્ષિણગુજરાતમાં ક્યાંક છૂટાછવાયા વરસાદની સંભાવના સિવાય રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. આંશિક વાદળો અને પવન રહેશે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ હોઈ હજુ ચારેક દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી.

પાટણ | પાટણ-ડીસાહાઇવે પર ભાટસણ ગામ નજીકથી વાગડોદ પીએસઆઇ કે.બી.પટેલે બાતમી આધારે શુકવારે રાત્રે વોચ ગોઠવી એક અલ્ટો ગાડી રૂ.72 હજારનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પરંતુ ગાડીનો ચાલક ડીસાનો સાગર મોચી પોલીસને જોઇને ગાડી મુકી નાશી ગયો હતો.પાયલોટીંગ કરી રહેલી એક સ્વીફ્ટ ગાડીને પોલીસે પકડી પાડી હતી. તેમા બેઠેલા ડીસાના ઉત્તમભાઇ સોની અને જીગ્નેશભાઇ પરમાર, પોલીસના હાથે પકડાઇ ગયા હતા.

ભાટસણ પાસેથી 72 હજારનો દારૂ ભરેલી કાર પકડાઇ

રાધનપુર | શહેરમાંચંપાબેન નટવરલાલ ગોકલાણી(ઠક્કર) શહેરમાં રામદેવ સોસાયટી વલ્લભનગર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કોઇ અજાણ્યા શખસોએ ગળામાં પહેરેલ સોનાનો દોરો આશરે 20 ગ્રામ આશરે કિં.રૂ.40,000 નો ઝુંટ મારી ચીલઝડપ કરી ભાગી ગયા હતા. ઘટનાના પગલે રાધનપુર પોલીસ મથકે ચીલઝડપ થયાની ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુર શહેરમાં મહિલાના ગળામાંથી દોરાની ચીલઝડપ

સાંતલપુર | સાંતલપુરમાંતાલુકા કક્ષાનો વન વિસ્તરણ કાર્યક્રમ સાંતલપુરની નેશનલ હાઇવે નજીક આવેલ સ્કૂલમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો હતો. તાલુકા પંચાયત પ્રમુખ આહીર જીવણભાઇ મહાદેવભાઇ, તાલુકા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત કચેરીનાં અધિકારીઓ તેમજ વન વિભાગની કચેરીનાં સ્ટાફ સાથે ઉજવવામાં આવ્યો હતો.

સાંતલપુરમાં તાલુકા કક્ષાનો વન વિસ્તરણ કાર્યક્રમ યોજાયો

ખારેડા | સરસ્વતીનારવિયાણા ગામેથી પગળપાળા યાત્રાનું રામાપીના દર્શન જવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભક્તજનો દ્વારા સંઘ લઇ રવાના થયા હતા. તેમાં સરપંચ જયંતીજી ઠાકોર સહિત 100 યુવાનો સાથે પગપાળા યાત્રામાં જોડાયા છે. રવિયાણા સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષ પગપાળા યાત્રાલઇ રણુંજા ધામ દર્શન કરવા જાય છે. તેમ વર્ષે પણ પગપાળા યાત્રા સંધ લઇ રવાના થયા છે. તેમ સરપંચ જયંતીજી ઠાકોરે જણાવ્યુ હતું.

રવિયાણાથી રામાપીરના દર્શને યુવાનોનો સંઘ રવાના થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો