તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સરસ્વતીતાલુકાના કાનોસણ ગામે બાવળની ઝાડીમાંથી દુર્ગંધ મારતી એક અજાણ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરસ્વતીતાલુકાના કાનોસણ ગામે બાવળની ઝાડીમાંથી દુર્ગંધ મારતી એક અજાણ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરસ્વતીતાલુકાના કાનોસણ ગામે બાવળની ઝાડીમાંથી દુર્ગંધ મારતી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને લાશ કોની છે અને યુવકનું કઇ રીતે મૃત્યુ થયું છે તેને લઇ અનેક રહસ્યો સર્જાયાં હતા. પોલીસે મૃતક યુવક પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનના આધારે તેનાં પરિવારજનો સુધી પહોંચ્યા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા.જેમાં મૃતક યુવક સરસ્વતીના ગુલવાણના ગામનો હોવાની ઓળખથઇ હતી

કાનોસણ પાસે રોડની સાઇડમાં અાવેલી ઝાડીમાં તપાસ કરતાં અંદરથી એક યુવકની લાશ મળી હતી. લાશ કોની છે અને કઇ રીતે મૃત્યુ થયુ છે તેને લઇ તર્ક વિતર્કો સર્જાયા હતા. પાસેથી મોબાઇલ ફોન મળી આવતા તેનાં સિમકાર્ડ પરથી પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવક સરસ્વતીના ગુલવાસણાનો રાકેશજી ભવાનજી ઠાકોર (28) હોવાની ઓળખ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો