તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • લોકોનુંઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયા તે માટે સરકાર એફોર્ડેબલ

લોકોનુંઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયા તે માટે સરકાર એફોર્ડેબલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકોનુંઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયા તે માટે સરકાર એફોર્ડેબલ હાઉસિંગની સ્કિમો અમલમાં મૂકી રહી છે પણ મકાન બાંધકામથી માંડીને ગ્રાહકના નામે થાય ત્યાં સુધીમાં ઘણા ટેક્ષ અને ચાર્જીસ આવતા હોવાના કારણે મકાનની કિંમત ઉંચી રહેતી હોય છે. સર્વિસ ટેક્ષ, હોમલોનમાં વ્યાજદર હળવા તેમજ ચાર્જીસમાં ઘટાડો કરીને રિયલએસ્ટેસના હાલ મંદગતિએ ચાલતા બિઝનેસને ગતિમાં લાવવાનો પ્રયાસ બજેટમાં નક્કર જોગવાઇઓ સાથે થવો જોઇએ.પાટણ જિલ્લામાં પણ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા જાણીતા બિલ્ડર, એન્જિનિયરો બાંધકામમાં નાણાકીય વ્યવહારોની પ્રક્રિયા સરકારીરાહે સરળ બનાવવાની જરૂરીયાત વ્યકત કરી રહ્યા છે.

એકસાથે ઘણા મકાનોના બાંધકામ માટે જમીન થી માંડીને તૈયાર થયા પછી ગ્રાહકને વેચાણ સુધીની પ્રક્રિયામાં બિલ્ડર કે મોટાભાગે મધ્યમવર્ગિય ગ્રાહકને સરકારી, નાણકીય લોનના ચક્કરોમાંથી પસાર થવુ પડતુ હોય છે. ટાઉન પ્લાનિંગમાં નક્શા મંજૂરી, એન.એ ફી, રૂપાંતરીયત કર, ડીઆઇએલઆર માપણી, પાલિકામાં રજાચીઠ્ઠી ચાર્જ (બાંધકામ લાગત), વેટ, સર્વિસચાર્જ, હોમલોન કરી હોય તો વ્યાજનું ભારણ, રજિસ્ટ્રેશન ડી, દસ્તાવેજમાં સ્ટેમ્પડ્યુટી સહિતના ટેક્ષ, ચાર્જ લાગતા હોય છે. જે મોટાભાગે ગ્રાહકના માથે આવતા હોય છે અને મકાનોની કિમંત ઉચકાયેલી રહેતા મધ્યમવર્ગના બજેટમાં ઘરનું ઘર ફીટ બેસતુ હોવાની સ્થિતિ પણ અનુસંધાનપાન 8

મકાન બાંધકામ

સર્જાતીહોય છે.

એફએસઆઇમાં વધારાથી મકાનોની કિંમતમાં ઘટાડો થશે

સરકાર દ્વારા એફએસઆઇમાં વધારો કરીને હાઇરાઇઝ બિલ્ડિંગ બનાવવાની પરમિશન આપવામાં આવે તો આવા બિલ્ડિંગ બનવાથી શહેરીજનોને ફાયદો થશે. મકાનોની કિંમતમાં ઘટાડો થશે.સિદ્ધપુરમાં ઇસબગુલની ઘણી ફેક્ટરી છે, તબીબ અને શિક્ષણક્ષેત્રે પ્રસર્યું છે, માતૃગયાતિર્થમાં ઘણા યાત્રાળુઓ આવે છે. જેથી હાઇરાઇઝ બિલ્ડિંગની પરવાનગીથ બહારથી પણ વધે ડેવલપર્સ સિધ્ધપુર તરફ આવશે અને ડેવલપમેન્ટ થશે. -અશોકભાઇ એન્જિનિયર (સિદ્ધપુર)

બાંધકામને પ્રોત્સાહન માટે સર્વિસ ટેક્ષમાં ઘટાડો જરૂરી

સરકાર એફોર્ડેબલ હાઉસિંગની સ્કિમ અમલમાં મૂકે છે તે સારી વાત છે. પણ પ્રવર્તમાન સમયે મંદીમાં દરેકને ઘરનુ ઘર મળી રહે તેવા પ્રયાસમાં સર્વિસ ટેક્ષમાં ઘટાડો કરવો જરૂરી છે. વળી મકાનમાં રૂા.20 હજાર ઉપરની રકમ માટે ચેક પધ્ધતીની મર્યાદા રાખવામાં આવી છે. જેમાં ખડૂતો, જૂના મકાનો કે સોસાયટીના ઓર્ગોનાઇઝરોને દસ્તાવેજમાં તકલીફો આવતી હોય છે. આવી વિસંગતતાઓ દૂર કરીને દસ્તાવેજની જૂની પધ્ધતિ અમલી કરી લે-વેચની પ્રક્રિયાને સરળ બનાવતી જોગવાઇ બજેટમાં કરવી જોઇએ. યતિનભાઇ ગાંધી (પાટણ)અન્ય સમાચારો પણ છે...