તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગ્રંથપાલોને ઉચ્ચત્તર પગારધોરણના લાભ માટે સરકારમાં રજૂઆત કરાશે

ગ્રંથપાલોને ઉચ્ચત્તર પગારધોરણના લાભ માટે સરકારમાં રજૂઆત કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં જિલ્લા ઉ.માધ્યમિક શિક્ષક સંઘની સભા મળી

પાટણજિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘની રવિવારે યોજાયેલી સાધારણ સભામાં ગ્રંથપાલ અને 31 વર્ષે ઉચ્ચપગાર ધોરણનો લાભ મળે તે માટે સરકારમાં રજૂઆત કરવા નક્કી કરાયું હતું.

પાટણના એમ.એન. હાઇસ્કૂલ સંકુલમાં સાધારણ સભા તેમજ શ્રેષ્ઠ સન્માન સમારોહને ચંન્દ્રકાતભાઇ પટેલે ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઇ પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા ઉ.મા.શિક્ષક સંધ પ્રમુખ રામસંગભાઇ ચૌધરીએ શિક્ષકોને ફાજલનું રક્ષણ અને એન્ટ્રીલેવલ પે સ્કેલનો લાભ મળવા બદલ સરકારના અભિગમને આવકારી આભાર પ્રસ્તાવ રજૂ કરતા તેને મંજૂર કરાયો હતો અને કામે સતત પ્રયત્નશીલ સંઘના પ્રદેશ પ્રમુખ પંકજભાઇ પટેલ અને મહામંત્રી વિનોદભાઇ પટેલનું સન્માન કરાયું હતું. જ્યારે પ્રદેશ હોદ્દેદારોએ શાળાઓના ગ્રંથપાલોને ઉચ્ચ પગારધોરણના લાભ માટે તેમજ 31 વર્ષે શિક્ષકોના ઉચ્ચ પગારધોરણો બાબતે સરકારમાં રજૂઆત અને ગત વર્ષ મુજબ ધો.10,12માં વર્ગસંખ્યા યથાવત રાખવા પરામર્શ કરાયો હતો. કાર્યક્રમમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા 16 શિક્ષકોનું સન્માન કરાયું હતું.

પાટણમાં જિલ્લા ઉચ્ચ.માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...