તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • અબલુવાના યુવાનની વિશ્વશાંતિ અર્થે 2200 કિ.મી.ની પદયાત્રા

અબલુવાના યુવાનની વિશ્વશાંતિ અર્થે 2200 કિ.મી.ની પદયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાના અબલુવા ગામના યુવાને અનોખી પદયાત્રા કરી હતી. વિશ્વશાંતિ અર્થે 2200 કિ.મી.ની પદયાત્રા કરી હતી. જે પરત અબલુવા આવતા ઠેર ઠેર સ્વાગત કરાયુ હતું. અબલુવા ગામના રમેશભાઇ દેસાઇને વિચાર આવ્યો અને 20 જુલાઇના રોજ ઘરેથી નેજો ધજા લઇને રામદેવપીર રણુંજાના દર્શને નીકળી ગયા હતા. અને પરત ચાલતા આવ્યા હતા. ત્યાંથી ગામના ગોંદરેથી પગપાળા પરત આવ્યા હતા. જેને લઇને પાટણ, કિમ્બુવા, વાગડોદ સહિતના સ્થાન પર રમેશભાઇનું શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું.

વાગડોદ ખાતે કમશીભાઇ દેસાઇ, પીએસઆઇ કે.બી.પટેલ, નિરંજનભાઇ દવે, રેવાભાઇ દેસાઇ, ભરતસિંહ વાઘેલા સહિતના સમગ્ર ગ્રામજનોએ સ્વાગત કરાયું હતું. જ્યારે રમેશભાઇએ જણાવ્યું કે, સતત 56 દિવસ સુધી ભગવાનના આશીર્વાદથી કોઇ પણ જાતની તકલીફ વગર ચાલી શક્યો છું.

અન્ય સમાચારો પણ છે...