તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગામને 100 ટકા શૌચાલયયુકત બનાવવા ગ્રામજનોએ શપથ લીધા

ગામને 100 ટકા શૌચાલયયુકત બનાવવા ગ્રામજનોએ શપથ લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લામાં તા.25મી સપ્ટેમ્બરથી 9 ઓકટોબર સુધી સ્વચ્છ ગુજરાત પખવાડિયાની ઉજવણી હાથ ધરાશે. જિલ્લામાં 100 ટકા શૌચાલયો બને અને શહેર અને ગામોમાં સ્વચ્છતા જળવાય તે અંતર્ગત સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે જિલ્લા કક્ષાનો શૌચાલય ખાતમુહૂર્ત કાર્યક્રમ પંચાયતના સંસદીય સચિવ રણછોડભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરુ ઉપસ્થિત રહયા હતા.

ગ્રામજનોને દરેક ઘરમાં શૌચાલય બનાવી તેનો ઉપયોગ કરવા, ખુલ્લામાં હાજતે નહી જવા તેમજ જે જતા હશે તેમને ખુલ્લામાં જાય તે માટે વિનંતી કરી સ્વચ્છતામાં સહભાગી બનીશું, ગામને 100 ટકા શૌચાલયયુકત બનાવીશું તે અંગે શપથ લેવડાવ્યા હતા. આરંભે શહીદોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અપાઇ હતી. આભારવિધિ સરસ્વતી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એમ.એસ. સોનીએ કરી હતી. કાર્યક્રમમાં ભાવેશભાઇ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ સોહનજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઇ, સરપંચ વણવીરજી ઠાકોર વગેરે હાજર રહ્યા હતા.

ડીડીઓના હસ્તે શૌચાલયનું ખાતમુહૂર્ત કરાયું.

અન્ય સમાચારો પણ છે...