• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પ્રજાપતિ સમાજના સમૂહલગ્નમાં15 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

પ્રજાપતિ સમાજના સમૂહલગ્નમાં15 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં પ્રજાપતિ સમાજનો 35મો સમૂહલગ્નોત્સવ યોજાયો

પાટણપ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પદ્મનાભ ભગવાનની વાડી ખાતે રવિવારના રોજ 35મો સમૂહલગ્ન પ્રસંગ ખુબજ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો હતો. 35મા સમુહલગ્નમાં કુલ 15 નવદંપતીઓએ સમાજના રીત રિવાજ મુજબ લગ્ન ગ્રંથીથી જોડાઇ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

સમાજના દાતાઓ દ્વારા વિવિધ ભેટ સોગાદો આપી નવ દંપતીઓને નવ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. સમુહ લગ્નના આયોજકો અને સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનો દ્વારા સુંદર વ્યવસ્થા ઉભી કરાઇ હતી. શહેરના જુના પાવર હાઉસ પાસેના નરસિંહજી ભગવાનના મંદિર પરીષરથી એકી સાથે પંદર વરધોડાઓ નીકળ્યા હતા જે પદ્મનાભ વાડી ખાતે પહોંચ્યા હતા. નત ગોર સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે નવદંપતીઓએ સપ્તપદીના ફેરાફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. પ્રસંગે મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...