• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુરની મોર્ડન સ્કૂલની છાત્રાઓને લઈને જતો છકડો પલટ્યો, 6ને ઈજા

રાધનપુરની મોર્ડન સ્કૂલની છાત્રાઓને લઈને જતો છકડો પલટ્યો, 6ને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરનીમોડેલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ છકડો રિક્ષામાં ફરવા માટે શાંન્તીધામ જઇ રહી હતી. તે વખતે છકડા રિક્ષાને અકસ્માત નડતાં પાંચ વિદ્યાર્થીનીઓ સહિત ગૃહ માતાને ઇજાઓ થવાં પામી હતી.

રાધનપુર શહેરની મોડેલ સ્કુલમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. રવિવારની રજાના કારણે હોસ્ટેલની 25 જેટલી વિદ્યાર્થીનીઓ છકડા રિક્ષામાં ફરવા માટે હાઇવે પર આવેલા શાંન્તીધામ ખાતે જઇ રહી હતી. તે વખતે શનિ મંદિર નજીકથી પસાર થતી વખતે અચાનક છકડો રિક્ષા રોડની સાઇડમાં આવેલી ખાઇ ખાબકતાં પાંચ વિદ્યાર્થીનીઓ અને સાથે આવેલા ગૃહમાતા સહિત કુલ જણાને ઇજાઓ જાવા પામી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર રેફરલ માં સારવાર માટે ખસેડાયાં હતા. જેમાં બે વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે ધારપુર સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓના વાલીઓને અક્સ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કેલ છકડા રિક્ષામાં 25 જેટલી વિદ્યાર્થીનીઓને બેસાડીને ફરવા માટે લઇ જવામાં આવી હતી. તેવું શિક્ષણ તંત્ર સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...