તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સીસીસીની પરીક્ષા માટે 7200 સરકારી કર્મચારીનું રજિસ્ટ્રેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીસીસીની પરીક્ષા માટે 7200 સરકારી કર્મચારીનું રજિસ્ટ્રેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
B.A અને M.A ગુજરાતી વિષયમાં નવો અભ્યાસક્રમ આખરે અમલમાં આવશે

યુનિવર્સિટીદ્વારા કોલેજોમાં બી.એ અને એમ.એ.માં વિવિધ સેમેસ્ટરના ગુજરાતી વિષયમાં નવો અભ્યાસક્રમ ચાલુ વર્ષથી એક સાથે અમલમાં મૂકવા નિર્ણય કરાયો હતો. નિર્ણય બાદ વિષયના કેટલાક અધ્યાપકોએ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ સેમેસ્ટર 1થી 6નો નવો અભ્યાસક્રમ એકસાથે અમલમાં મૂકવાનો પરિપત્ર રદ કરી ક્રમશ: અમલવારી કરવા માંગ કરાઇ હતી. જે વિરોધ વંટોળ બાદ કુલપતિ દ્વારા અભ્યાસક્રમ અમલીકરણમાં ફેરફાર કરીને ક્રમશ: અમલમાં મૂકવા મંજૂરી આપીને તમામ આર્ટસ કોલેજોને પરિપત્ર કરવામાં આવ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગુજરાતી વિષયની અભ્યાસ સમિતિ દ્વારા બી.એના 1થી 6 અને એમ.એના 1થી 4 સેમેસ્ટરમાં ગુજરાતી વિષયનો નવો અભ્યાસક્રમ તૈયારી કરીને જૂન 2016થી અમલવારી કરવા ભલામણ કરાયા બાદ યુનિ. તંત્ર દ્વારા મંજૂર કરીને સંલગ્ન કોલેજોને પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે એકસાથે તમામ સેમેસ્ટરમાં ગુજરાતીના બદલાયેલા અભ્યાસક્રમનો અધ્યાપકોએ અભ્યાસ કરવો, જૂના અને નવા અભ્યાસક્રમ અનવ્યે વિદ્યાર્થીઓની પરીક્ષા વ્યવસ્થા, લાયબ્રેરીઓમાં નવા અભ્યાસક્રમ મુજબના પુસ્તકોની એકસાથે સુવિધા વગેરેને મુશ્કેલ બની શકે તેને લઇને અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મુઝવણમાં મૂકાયા હતા. ત્યારે ગુજરાતી વિષયના કેટલાક અધ્યાપક દ્વારા અગાઉ એકસાથે ક્યારેય તમામ સેમેસ્ટરમાં વિષયનો નવો અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવેલ નથી અને ક્રમશ: અભ્યાસક્રમ અમલમાં આવતો હોય છે. ત્યારે ગુજરાતીમાં જૂન 2016થી તમામ સેમેસ્ટરમાં નવો અભ્યાસક્રમ લાગુ કરતો પરિપત્ર રદ કરીને ક્રમશ: અમલમાં મૂકવા રજૂઆત કરાઇ હતી.

જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો વિચારતા થયા હતા અને આખરી અભ્યાસક્રમના અમલીકરણમાં ફેરફાર કરવાનો નિર્ણય કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં બી.એ ગુજરાતી સેમ 1થી 6 અને એમ.એ ગુજરાતી સેમ 1થી 4નો નવો અભ્યસાક્રમ જૂન 2016થી ક્રમશ: અમલ કરવા તથા પરીક્ષા સ્કીમ અગાઉ વિનયન વિદ્યાશાખાની યથાવત રાખવા એકેડેમિક કાઉન્સિલ વતી કુલપતિએ મંજૂર કરીને સલગ્ન કોલેજોને અમલવારી કરવા યુનિ.ની વેબસાઇટ પર પરિપત્ર કરાયો હતો. ક્રમશ: અભ્યાસક્રમ અમલવારીના નિર્ણયને પગલે વિદ્યાર્થી સંગઠન એબીવીપી કાર્યકરોએ ખુશી વ્યકત કરી હતી.

} દર શનિ-રવિવારે પરીક્ષાનું આયોજન

યુનિવર્સિટીમાંચાર કોમ્પ્યુટર લેબમાં 200 કોમ્પ્યુટર સિસ્ટમ છે. જેમાં સીસીસીની પરીક્ષામાં એક કલાક થિયરી અને દોઢ કલાક પ્રેક્ટિકલ મળીને કુલ અઢી કલાકનો સમય હોય છે. જેમાં દર શનિવારે અને રવિવારે બે-બે બેંચમાં વેબ કેમેરાની નિગરાની હેઠળ 200-200 કર્મચારીની પરીક્ષા લેવાનું આયોજન કરાઇ રહ્યું છે. જરૂર પડશે તો સિવાયના દિવસોમાં દરરોજ એક બેંચમાં પરીક્ષા વ્યવસ્થા કરાશે તેમ સેન્ટરના કોઓર્ડીનેટર એમ.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું.

}આ વર્ષે સેમ-1, બીજા વર્ષે સેમ-2માં અમલ

ક્રમશનવો અભ્યાસક્રમ અમલમાં આવશે. ચાલુ વર્ષે સેમ-1 તો બીજા વર્ષે સેમ-2માં એમ ક્રમશ નવો અભ્યાસક્રમની અમલવારી કરવા કુલપતિએ મંજૂરી કરેલ છે. >ર્ડા.ડી.એમ.પટેલ, કા. રજિસ્ટ્રાર

પરીક્ષા પદ્ધતિમાં સમતુલા જળવાઇ રહેશે : ડીન

આર્ટસફેકલ્ટીના ડીન ર્ડા.લલીતભાઇ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતી અભ્યાસ સમિતિ દ્વારા રચિત અભ્યાસક્રમ પાંચ યુનિટનો થતો હોઇ પરીક્ષા પદ્ધતિમાં બદલાવ થતો હતો. જે બાબતે અરજી આપીને પરામર્શ કરાયો હતો. જેમાં ગુજરાતી વિષયની પરીક્ષા સ્કિમ વિનયન મુજબ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલે હવે ચાર યુનિટના ચાર પ્રશ્નો અને પાંચમાંમા હેતુલક્ષી પ્રશ્નોની પેર્ટન યથાવત રહેતા આર્ટસ ફેકલ્ટીની પરીક્ષા પદ્ધતિની સમતુલા જળવાઇ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો