તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • જસરા ગામના 57 વર્ષના ઇતિહાસમાં એક દિવસમાં પાંચ ગૂના નોંધાતા ચકચાર મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસરા ગામના 57 વર્ષના ઇતિહાસમાં એક દિવસમાં પાંચ ગૂના નોંધાતા ચકચાર મચી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૌહાણઉર્ફે રોહીત શર્મા ઉર્ફેકમલકુમાર અને અશોક શર્મા સંજોગ ભારદ્વાજ શુકલ, ત્રિપાઠી બજાજ, વિકાસ મલ્હોત્રા, પંકજ અગ્રવાલ તેમજ મેઘા સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એસઓજી પીએસઆઇ એસ.અેસ.દેસાઇને સોપાઇ છે.

તેનીવાડાપાસે...

સિવિલમાંખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનામાં કારચાલક ઓમપ્રકાશ વાઘજીભાઇ વિશ્નોઇનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત જાણ થતાં છાપી પીએસઆઇ એ.ડી.પરમાર તેમજ સ્ટા‌ફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને છાપી પ્રાથમિક આરોગ્યમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેનીવાડા પોલીસ તાત્કાલિક ટ્રાફિકને ચાલુ કરી દીધો હતો.

સીસીસીની...

છે.જેમાં અગાઉ જીટીયુરાહે સીસીસી પરીક્ષા પાસ કરનાર કર્મચારીઓનું પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવતુ હતું. જ્યાં આખા રાજ્યમાંથી પરીક્ષા માટે અરજદારોનો ધસારો વધી જતા પરીક્ષામાં વેઇટીંગ વધી ગયુ હતું અને સરકાર દ્વારા જીટીયુમાં નોંધાયેલા કર્મચારીઓની યાદી જે તે વિસ્તારની યુનિ.ને ફાળવીને ગત જાન્યુઆરીથી માર્ચના અરસામાં પરીક્ષા લેવામાં આવી હતી. બાદમાં આઠ યુનિ. સાથે પરામર્શ કરીને અલાયદા સોફ્ટવેર સાથે સીસીસીનું રજિસ્ટ્રેશન યુનિવર્સિટી કરે અને તેમનેુ પરીક્ષા લેવાની માન્યતા આપવામાં આવી છે.

ખાનસરોવરમાંથી...

હતાઅને હેલોજન લગાવીને તળાવસાઇટમાં અજવાળુ કરી રાત્ર 9 વાગ્યે તરવૈયાઓએ ફરી આંકડી, દોરડા સહિતના સાધનોથી શોધખોળ આદરી હતી. જેમાં 11.30 વાગ્યાના અરસામાં એજાજનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. બાદમાં ડિવિઝન પોલીસને જાણ કરતા તરત સ્થળ પર દોડી આવીહ તી અને મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબી દ્વારા પોસ્ટમોર્ટમ બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોપાયો હતો.

ભરતભાઇ ભાટીયાએ જણાવ્યુ હતું કે,તળાવમાં ડુબેલા યુવાનના શરીરમાં જીવજંતુ અને માછલીઓ બગાડ કરે અને યોગ્ય સ્થિતિમાં બોડી મળી રહે તે માટે સૌ હિન્દુ-મુસ્લીમ યુવાનોએ રાત્રે લાઇટની સુવિધા કરીને શોધખોળ ચાલુ કરી હતી અને કિનારા નજીક હેન્ડ લાઇટ પાણીમાં મારતા યુવાનનો મૃતદેહ દેખાયો હતો.જેને તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો. પાટણમાં ડુબી જવાના બનાવમાં સ્થાનીક તરવૈયા અસફળ રહે પછી પરીવારજનો અમદાવાદ રેસ્ક્યુ ટીમને બોલાવતા હોય છે.જોકે તેમની પાછળ નિયત થતો ખર્ચ જેતે સંબધિતોએ આપવાનો થાય છે.જેમાં અમદાવાદથી પાટણ સુધી રેસ્ક્યુ ટીમ તળાવમાં શોધખોળ કરવા આવે તો રૂા.સાતથી આઠ હજાર ખર્ચ થાય છે.આ અંગે પાલીકાના સદસ્ય ભરતભાઇ ભાટીયાને પૂછતા તેમણે કહ્યુ હતુ કે, રેસ્કયુ ટીમ પાવતી આપીને નિયત ચાર્જ લેતી હોય છે.જ્યારે પાલીકાની વાહનશાખાના સુત્રોએ જણાવ્યુ હતું કે, પાટણમાં ડુબી જવાના અત્યારસુધીના કોઇ બનાવમાં રેસ્ક્યુ ટીમ પાછળનો ખર્ચ પાલીકારાહે કરાયો નથી.

વરાણામાં...

ચારવેદોમાંથી મળી શકે છે. રૂગવેદ, યજુર્વેદ,સામવેદ અને અથર્વવેદ તરફથી આપણે માર્ગ ભૂલી ગયા છીએ. રાજ્યના ગૃહમંત્રી રજનીકાન્ત પટેલે કહ્યુ કે, તમામ દિશાએથી આપને શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાય છે. ઉત્સવોથી આપણને ઉર્જા મળે છે.

સરપંચની ચૂંટણીમાં વોટ

આપવા અંગે હૂમલો

સરપંચનીચૂંટણીમાં મહેશભાઇને વોટ આપ્યો હતો. તેમ કહી ગામના ચાર વ્યકિતઓએ મફાભાઇ અમીચંદભાઇ નાઇને ગળેથી પકડી દુકાન સાથે માથુ અથડાવી ઇજા પહોંચાડતાં તેમના પિતા અમીચંદભાઇ શંકરભાઇ નાઇએ આગથળા પોલીસ મથકે ચંદનસિંહ રાઠોડ, હરપાલસિંહ રાઠોડ, કેશરસિંહ રાઠોડ, પૂજા રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જિલ્લા યુવા ભાજપ મંત્રી સામે

માર માર્યાનો ગુનો

જસરાગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટેની ચાલતી મીટીંગ દરમિયાન રૂપાભાઇ રગનાથભાઇ પટેલ ને ગામના જિલ્લા યુવા ભાજપ મંત્રી હિમતસિંહ તથા અન્ય ચાર વ્યકિતઓએ માર મારતાં રૂપાભાઇ રગનાથભાઇ પટેલે હિમતસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, ગુમાનસિંહ,જગતસિંહ તેમજ કેશરસિંહ વિરૂદ્ધ આગથળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દૂધની બરણીથી યુવાનને માર મારી

રૂ. 10 હજારની લૂંટ કરતાં ચકચાર

જસરામાંશનિવારેના દિવસે નાગજીભાઇ હરજીભાઇ પટેલ ગામના બે વ્યકિતઓએ ગાળો કેમ બોલી’ તી તેમ કહી લાતો મારી ખિસ્સામાંથી રૂ. 10,000 દસ હજારની લૂંટ કરતાં નાગજીભાઇ પટેલે ચંદનસિંહ રાઠોડ તેમજ કેશરસિંહ રાઠોડ વિરૂદ્ધ આગથળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે બીજા ગુનામાં મહેન્દ્રસિંહ ભેમસિંહ રાઠોડ ગામમાં જતા હતા. ત્યારે નાગજીભાઇ પટેલે કહેલ કે ગામમાં કોઇ દરબાર નથી અને અમોજ ગામના ઘણી છીએ કહી અપશબ્દો બોલી દુધની બરણી વડે મારમારી ગજવામાંથી રૂ. 300 ની લુંટ કરતાં મહેન્દ્રસિંહ ભેમસિહ રાઠોડે નાગજીભાઇ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો