તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • જીતોડામાં બુટલેગરે કોન્સ્ટેબલ PSIને તલવાર ઝીંકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીતોડામાં બુટલેગરે કોન્સ્ટેબલ PSIને તલવાર ઝીંકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાણસ્માતાલુકાના જીતોડા ગામનો એક શખસ અગાઉના દારૂના કેસમાં નાસતો-ફરતો હોવાથી સોમવારે મોડી સાંજે ચાણસ્મા પીએસઆઇ આર.પી.ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ લાલસિંહ બાતમી આધારે તેને પકડવા માટે તેનાં ઘરે ગયા હતા. તે વખતે તેની પત્નીએ તલવાર લાવી આપી બંનેને મારી નાખો એમ કહેતા તેણે પોલીસ કોન્સટેબલ પર પાઇપ અને તલવાર વડે હિચકારો હુમલો કરતાં તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઘટનામાં પીએસઆઇ ઝાલા બચાવવા માટે વચ્ચે પડતાં તેમને પણ પાઇપ મારતાં ઇજાઓ થવા પામી હતી. બંને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે ધારપુર સિવિલ અને ત્યાંથી જનતા હોસ્પિટલ ખસેડાયા હતા.

જીતોડા ગામનાં ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોરની અગાઉનાં દારૂના કેસમાં અટકાયત કરવાની બાકી હતી. દરમ્યાન આરોપી ધમાજી ઠાકોર તેના ઘરે આવેલો છે. તેવી બાતમી મળતાં પીએસઆઇ આર.પી.ઝાલા અને કોન્સટેબલ લાલસિંહ તેને પકડવા માટે સોમવારે મોડી સાંજે તેના ઘરે ગયા હતા. તે વખતે ધમાજી ઠાકોરે લોખંડની પાઇપ લઇને આવ્યો હતો અને પોલીસને અપશબ્દો બોલી પકડવાની કોશિષ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીએસઆઇ ઝાલાઅે શખસને પકડવાનો પ્રયાસ કરતાં ધમાજીએ પોલીસ કોન્સટેબલ લાલસિંહ પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. દરમ્યાન પીએસઆઇ વચ્ચે પડીને પોલીસ કર્મીને બચાવવા જતાં તેમને પણ હાથ અને ખભા ઉપર પાઇપ વાગી હતી. તેવામાં તેની પત્ની સુરેખાબેન ઠાકોરે આવી ધમાજીને તલવાર આપી બંનેને મારી નાખવાનું કહેતા ધમાજીએ તલવાર મારતાં પોલીસકર્મી લાલસિંહે હાથ આડો કરતાં તેના કાંડાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. લાલસિંહને માથા અને જડબામાં ઇજાઓ થતાં ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે. પીએસઆઇ ઝાલાને પણ ઇજાઓ થયેલી છે. અંગે ચાણસ્મા પોલીસ મથકે પીએસઆઇ આર પી ઝાલાએ જીતોડાનાં ધમાજી ઉર્ફે ધમો ચેનાજી ઠાકોર અને સુરેખાબેન ધમાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો