તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં બોનસની લાલચ આપી રૂ. 22.44 લાખની ઠગાઈ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણશહેરના રહીશને એલઆઇસીનો રૂ.50 લાખનો વિમો પાકતાં કેટલાક શખસોએ તેમને એલઆઇસી ઓફિસના નામે અલગ અલગ નંબરથી ફોન કરીને તમારા વિમા પોલીસીમાં આરબીઆઇ બોનસ પેટે રૂ.50 લાખ જમા થયા છે. જે નાણાં મેળવવા માટે આરબીઆઇના નામે જુદી જુદી બેન્કોના એકાઉન્ટમાં પ્રોસેસિંગ ફી પેટે રૂ.22,44,965 જમા કરાવડાવી તે નાણાં બારોબાર ઉપાડી લઇ છેતરપિંડી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનામાં આઠ શખસો સામે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણ શહેરના વેપારી રશ્મીનભાઇ પટેલના પિતા મોહનભાઇને એલઆઇસીમાં વિમા પોલીસી પાકતાં તેમને રૂ.50 લાખ મળ્યા હતા. તે પછી તેમના પર એલઆઇસી ઓફિસના નામથી કેટલાક શખસોઅે અલગ-અલગ નંબરોથી ફોન કરીને તમારી વિમા પોલીસીમાં આરબીઆઇ બોનસપેટે રૂ.50 લાખ જમા થયા છે. તેવી લાલચથી ભરમાવીને પૈસા મેળવવા માટે પ્રોસેસિંગ ફિ પેટે આરબીઆઇના નામે પૈસા જમા કરાવવાનું કહેતાં રહીશે તેમનાં વિશ્વાસમાં આવી જઇ પંજાબ નેશનલ બેન્ક, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી અને યુરો બેન્કોમાં રોકડા અને ચેકથી રૂ.22,44,965 જમા કરાવ્યા હતા અને ગઠીયાઓએ તે નાણાં પૂર્વ યોજીત રીતે છળકપટથી ઉપાડી લઇ છેતરપિંડી કરી હતી. બાબતે તેમણે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે મેરઠ જિલ્લાનાં માલના કાલીગેદનાં સાયમાખાન અબ્દુલગફાર ઠાકુર, એટાના કુલદીપ અનુસંધાન પાન 8

પાટણમાંબોનસની...

ચૌહાણઉર્ફે રોહીત શર્મા ઉર્ફેકમલકુમાર અને અશોક શર્મા સંજોગ ભારદ્વાજ શુકલ, ત્રિપાઠી બજાજ, વિકાસ મલ્હોત્રા, પંકજ અગ્રવાલ તેમજ મેઘા સામે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એસઓજી પીએસઆઇ એસ.અેસ.દેસાઇને સોપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો