તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ખાનસરોવરમાંથી રાત્રે ફ્લડ લાઇટના અજવાળે ડુબેલા યુવાનની લાશ કઢાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનસરોવરમાંથી રાત્રે ફ્લડ લાઇટના અજવાળે ડુબેલા યુવાનની લાશ કઢાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણનાખાનસરોવરમાં ગુલશનનગરના ગરીબ પરિવારનો યુવાન રવિવારે સાંજે ડુબી ગયા પછી સોમવાર મોડી સાંજ સુધી તળાવમાં તેનો પત્તો લાગ્યો નહોતો. છેવટે બે કલાક બાદ રાત્રે યુવાનોએ હેલોજન લાઇટ ગોઠવી અને તરવૈયાઓએ ફરી શોધખોળ આદરી હતી. જેમાં રાત્રે 11.30 વાગ્યે કીનારા નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોપાયો હતો.

શહેરના ગુલશનનગરમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાત ચલાવતા યુવાન એજાજ હાંસનભાઇ ચૌહાણ રવિવારે સાંજે ખાનસોરવરમાં ડુબી ગયા પછી પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ કરાઇ હતી, બાદમાં સોમવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી તળાવમાં ચાર તરવૈયાઓએ યુવાનની શોધખોળ આદરી હતી પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહોતો. છેવટે 7-45 વાગ્યાના અરસામાં તરવૈયા બહાર નીકળ્યા હતા. જ્યાં હિન્દુ-મુસ્લિમ સેવાભાવી યુવાનો ગરીબ પરિવારની વ્હારે આવ્યા હતા અને રાત્રે 9 વાગ્યે ફરી તળાવમાં શોધખોળ શરૂ કરાઇ હતી. જ્યાં ઝહીરભાઇ દ્વારા ચાર હેલોજન, કેટલાક યુવાનો દ્વારા કેબલ લાવવામાં આવ્યા હતા અને સબ્બીરભાઇ, શેખ મૌલાના ઇમરાનભાઇ, ભરતભાઇ ભાટીયા, દીનેશ ભીલ સહિત યુવાનો તળાવ સાઇટમાં વ્યવસ્થામાં કાર્યરત રહ્યા...અનુસંધાન પાન8

ખાનસરોવરમાંથી...

હતાઅને હેલોજન લગાવીને તળાવસાઇટમાં અજવાળુ કરી રાત્ર 9 વાગ્યે તરવૈયાઓએ ફરી આંકડી, દોરડા સહિતના સાધનોથી શોધખોળ આદરી હતી. જેમાં 11.30 વાગ્યાના અરસામાં એજાજનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. બાદમાં ડિવિઝન પોલીસને જાણ કરતા તરત સ્થળ પર દોડી આવીહ તી અને મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબી દ્વારા પોસ્ટમોર્ટમ બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોપાયો હતો.

ભરતભાઇ ભાટીયાએ જણાવ્યુ હતું કે,તળાવમાં ડુબેલા યુવાનના શરીરમાં જીવજંતુ અને માછલીઓ બગાડ કરે અને યોગ્ય સ્થિતિમાં બોડી મળી રહે તે માટે સૌ હિન્દુ-મુસ્લીમ યુવાનોએ રાત્રે લાઇટની સુવિધા કરીને શોધખોળ ચાલુ કરી હતી અને કિનારા નજીક હેન્ડ લાઇટ પાણીમાં મારતા યુવાનનો મૃતદેહ દેખાયો હતો.જેને તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો. પાટણમાં ડુબી જવાના બનાવમાં સ્થાનીક તરવૈયા અસફળ રહે પછી પરીવારજનો અમદાવાદ રેસ્ક્યુ ટીમને બોલાવતા હોય છે.જોકે તેમની પાછળ નિયત થતો ખર્ચ જેતે સંબધિતોએ આપવાનો થાય છે.જેમાં અમદાવાદથી પાટણ સુધી રેસ્ક્યુ ટીમ તળાવમાં શોધખોળ કરવા આવે તો રૂા.સાતથી આઠ હજાર ખર્ચ થાય છે.આ અંગે પાલીકાના સદસ્ય ભરતભાઇ ભાટીયાને પૂછતા તેમણે કહ્યુ હતુ કે, રેસ્કયુ ટીમ પાવતી આપીને નિયત ચાર્જ લેતી હોય છે.જ્યારે પાલીકાની વાહનશાખાના સુત્રોએ જણાવ્યુ હતું કે, પાટણમાં ડુબી જવાના અત્યારસુધીના કોઇ બનાવમાં રેસ્ક્યુ ટીમ પાછળનો ખર્ચ પાલીકારાહે કરાયો નથી.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો