તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ તા. ભાજપના પૂર્વ પ્રમુખ મંગાજી ઠાકોર સહિત બે અપક્ષોએ ફોર્મ ખેંચ્યા

પાટણ તા. ભાજપના પૂર્વ પ્રમુખ મંગાજી ઠાકોર સહિત બે અપક્ષોએ ફોર્મ ખેંચ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પર ભરાયેલ 136 ઉમેદવારી પત્રો પૈકી 83 ફોર્મ માન્ય રહ્યા હતા. જે પૈકી બુધવારે 2 ઉમેદવારી પત્રો પાછા ખેચાયા હતા.જેમાં પાટણ બેઠક પર પૂર્વ તાલુકા ભાજપ મંગાજી ઠાકોર અને સિદ્ધપુર બેઠક પર યુવા સરકાર પક્ષના ઉમેદવાર ઈલીયાસભાઈ નાદોલીયા ઉમેદવાર પરત ખેંચી હતી. જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ગુરૂવારે સમગ્ર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જો કે, હાલે ચાણસ્મા અને રાધનપુર બેઠક પર ત્રિકોણિયો જ્યારે પાટણ અને સિદ્ધપુર બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામે તેવી હાલત છે.

રાધનપુર અને ચાણસ્મા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી બાદ નારાજ દાવેદારોએ પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે મતોનું ધ્રુવીકરણ થતાં પક્ષના ઉમેદવારોને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. રાધનપુર બેઠક પર ભાજપના અગ્રણી ડો.વિષ્ણુ ઝૂલા અને કોંગ્રેસના પ્રવીણસિંહ વાધેલાએ અપક્ષ ઉમેદવારી કરી હોઇ ભાજપ અને કોંગ્રેસના મતો પર ફટકો પાડી શકે તેમ હોવાથી બે દિવસથી સમજાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

તેજ રીતે ચાણસ્મા બેઠક પર પણ કોંગ્રેસથી નારાજ થઇને દિનેશ ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરી છે. બેઠક પર ભાજપના દિલીપ ઠાકોર, કોંગ્રેસના રઘુ દેસાઇ અને અપક્ષ ઉમેદવાર દિનેશ ઠાકોર વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાની સંભાવના રહે છે. સિદ્વપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયનારાયણ વ્યાસ અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વચ્ચે સીધો જંગ છે.

પાટણ બેઠક પર પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી પનાજી ઠાકોરે ભાજપથી નારાજ થઇને અપક્ષ ઉમેદવારી કરી હતી. પરંતુ તેમને સમજાવી લેવાતાં તેમણે ઉમેદવારી પરત ખેંચી લેતા બેઠક પર ભાજપના રણછોડ દેસાઇ અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે સીધો જંગ ખેલાશે.સિદ્ધપુર બેઠક પર બુધવારે યુવા સરકાર પક્ષના ઉમેદવાર ઇલીયાસભાઇ અહેમદભાઇ નાદોલીયાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...