તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ હાઇવે પર વાહનની ટક્કરે રાનેરના યુવાનનું મોત

પાટણ હાઇવે પર વાહનની ટક્કરે રાનેરના યુવાનનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના હાઈવે પર કલ્પવૃક્ષ સોસાયટીમાં ભાજપના પૂર્વ પ્રમુખ મંગાજી ઠાકોરના ઘરે ભાડે રહી મજુરી કરતા ધારસંગજી સુખાજી ઠાકોર રહે.રાનેર તાં.કાંકરેજ મોડી સાંજે અજાણ્યા વાહનની ટક્કરથી મોત થયું હતું.હાઈવે પર બની રહેલા એસટી વર્કશોપ પાસે ઉભેલા ટર્બો પાછળ તેઓ ટક્કર લાગવાથી મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે. ઘટનાની જાણ તેમના પરિવારને કોઈએ કરતા તેમના ભાઈ પ્રભાતજી સ્થળ પર દોડી આવ્યા હતા. શહેરના અગ્રણી અશ્વિન પટેલ વગેરેએ 108 બોલાવી સિવિલમાં ખાતે મોકલી આપ્યો હતો.તેમને 3 દીકરા અને2 દીકરી અને પત્ની સહિતના પરિવાર છત્ર ગુમાવ્યંુ છે.

પાટણના ગીતાજલી છાપરા પાસે બની રહી એસટી વર્કશોપ ના ખુલ્લા મેદાનમાં એક ઈસમ પર ટ્રક ફરી વળતા મોત થયું હતું. જ્યાં લોકોના ઉમટયા હતા. તસવીર-સુનિલપટેલ

અન્ય સમાચારો પણ છે...