તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 15 દી’થી લીકેજ હિરામોતી પાર્કની લાઈનનું સમારકામ કરવા પાલિકાને હવે સમય મળ્યો

15 દી’થી લીકેજ હિરામોતી પાર્કની લાઈનનું સમારકામ કરવા પાલિકાને હવે સમય મળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણપાલિકાના વોટરવર્કસ શાખામાં અપુરતા સ્ટાફને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર-નવાર લીકેજ બનતી પાઇપ લાઇનોનું ત્વરિત રિપેરીંગ કામ હાથ ધરાતું હોય જેના કારણે હજારો લીટર પાણી નિરર્થક વહિ જતું હોય છે. શહેરના ટેલિફોન એક્ષચેન્જ નજીક હિરામોતી પાર્ક પાસે છેલ્લા પંદર દિવસથી લીકેજ બનેલી પાઇપનું બુધવારે પાલિકાના વોટર વર્કસ શાખાના કર્મીઓ દ્વારા રિપેરીંગ કામ હાથ ધર્યું હતું.

પંદર દિવસથી લીકેજ બનેલી પાઇપલાઇનના કારણે સવાર સાંજ પાણીના સમયે હજારો લીટર પાણી રોડ ઉપર નિરર્થક વહિ જતા માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને અનેક યાતનાઓ ભોગવવી પડી હતી. પાલિકા તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં સ્ટાફના અભાવને લઇ લીકેજ પાઇપની કામગીરી શરૂ કરવામાં વિલંબ કરાતો હતો. જેના કારણે સોસાયટીના રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં જો કે પંદર દિવસના સમય પછી પાલિકા દ્વારા લીકેજ બનેલી પાઇપનું બુધવારે સમારકામ હાથ ધરાતા લોકોએ રાહત અનુભવી હતી.

હિરોમોતી પાર્ક પાસેની પંદર દિવસથી લીકેજ પાઇપનું આખરે પાલિકાતંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયુ હતુ.તસવીર-સુનિલ પટેલ

રહીશોની અનેક વખતની રજૂઆત કરવા છતાં સ્ટાફના અભાવના કારણે લીકેજ પાઇપમાંથી પંદર દિવસ સુધી પાણી નિરર્થક વહી ગયું

અન્ય સમાચારો પણ છે...