તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરગુજરાતના 5 જિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | મહેસાણા

ઉત્તરગુજરાતના 5 જિલ્લાના 56 કેન્દ્રો પર ઓક્ટોબર માસના છેલ્લા સપ્તાહમાં મગફળીને રૂ.900 ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં 4.98 કરોડ કિલો મગફળીની અાવક નોંધાઇ છે. બીજી બાજુ 31 હજારથી વધુ ખેડૂતોને રૂ.22.43 કરોડ રૂપિયા મગફળીની ખરીદી પેટે ચૂકવવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના 56 કેન્દ્રો પર છેલ્લા એક માસથી મગફળીને રૂ.900 ના ટેકાના ભાવે ખરીદવાનું ચાલી રહ્યું છે. જે અંતર્ગત સૌથી વધુ સાબરકાંઠાના 8 કેન્દ્રો પર 1.77 કરોડ કિલો મગફળીની અાવક નો
ઉત્તરગુજરાતના 5 જિલ્લાના 56 કેન્દ્રો પર ઓક્ટોબર માસના છેલ્લા સપ્તાહમાં મગફળીને રૂ.900 ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં 4.98 કરોડ કિલો મગફળીની અાવક નોંધાઇ છે. બીજી બાજુ 31 હજારથી વધુ ખેડૂતોને રૂ.22.43 કરોડ રૂપિયા મગફળીની ખરીદી પેટે ચૂકવવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના 56 કેન્દ્રો પર છેલ્લા એક માસથી મગફળીને રૂ.900 ના ટેકાના ભાવે ખરીદવાનું ચાલી રહ્યું છે. જે અંતર્ગત સૌથી વધુ સાબરકાંઠાના 8 કેન્દ્રો પર 1.77 કરોડ કિલો મગફળીની અાવક નોંધાઇ છે. જ્યારે પાટણના 4 કેન્દ્રો પર સૌથી ઓછી 46200 કિલોની આવક નોંધાઇ છે. બીજી બાજુ મહેસાણાના 7 કેન્દ્રો પર 72.74 લાખ કિલો, બનાસકાંઠાના 30 કેન્દ્રો પર 1.64 કરોડ કિલો અને અરવલ્લીના 7 કેન્દ્રો પર 82.99 લાખ કિલો મગફળીની આવક નોંધાઇ છે. તેમજ 4.98 કરોડ કિલો મગફળીની ખરીદીની સામે પાંચેય જિલ્લાના 31168 ખેડૂતોને રૂ.22430 લાખની માતબર રકમનું ચૂકવણું કરાયું છે. જો કે, હજુ બે માસ સુધી તમામ કેન્દ્રો કાર્યરત રહેવાના હોઇ મગફળીની વધુ આવક થઇ શકે છે.

ઉત્તર ગુજરાતના 56 કેન્દ્રોની સ્થિતી

જિલ્લો ખરીદી(કિલોમાં) રકમ(લાખમાં) ખેડૂતો

{મહેસાણા72.74 લાખ રૂ.3261 લાખ 5893

{ બનાસકાંઠા 1.64 કરોડ રૂ.7404 લાખ 7404

{ પાટણ 46,200 રૂ.20.80 લાખ 43

{ સાબરકાંઠા 1.77 કરોડ રૂ.8008 લાખ 11140

{ અરવલ્લી 82.99 લાખ રૂ.3734 લાખ 5717

ઉ.ગુ.ના 56 કેન્દ્રો પર એક માસમાં ટેકાના

ભાવે 4.98 કરોડ કિલો મગફળીની આવક

અન્ય સમાચારો પણ છે...