તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ખેતરમાં ખેડ કરતા યુવકની હત્યાના કેસમાં સહ આરોપીના જામીન રદ

ખેતરમાં ખેડ કરતા યુવકની હત્યાના કેસમાં સહ આરોપીના જામીન રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના ભલગામમાં પાંચ વર્ષ અગાઉનો બનાવ

પાટણતાલુકાના ભલગામ ખાતે પાંચ વર્ષ અગાઉ ખેતરમાં ખેડ કરવા બાબતે હિચકારો હુમલો થયો હતો. જેમાં એક વ્યક્તિની હત્યા થઇ હતી જે કેસના એક આરોપીની જામીન અરજી મંગળવારે સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. આરોપીઓની જામીન અરજીઓ અગાઉ પણ સેશન્સ કોર્ટમાં રદ થઇ હતી.

પાટણના ભલગામ ખાતે ઠાકોર બેચરજી નાનાજી 7 જૂન 2012ના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે ખેજડીયાવાળા ખેતરમાં વાડ સરખી કરી રહ્યા હતા અને તેમનો દીકરો નાગજી ખેતર ખેડી રહ્યો હતો ત્યારે ખેતર અમોએ વેચાણે રાખેલ છે તો તમે કેમ ખેડી રહ્યા છો અને ખેતર ખેડવું હોય તો રૂ. 5 લાખ આપવા પડશે તેમ કહીને બેચરજી ઠાકોર, તેમનો દીકરો નાગજી અને બનેવી બાબુજી પ્રધાનજી પર ધારીયાં, લાકડી, ભાલો સહિતના હથિયારોથી હુમલો થયો હતો. જેમાં શૈલેષ ઠાકોરે તમંચાથી કરેલ ફાયરીંગમાં નાગજીજીને બે રાઉન્ડ ગોળીઓ વાગતાં તેઓને ગંભીર ઇજાઓ થતા ધારપુર સિવિલમાં ખસેડાયા હતા પણ ત્યાં તેઓનું મોત થયું હતું.

ઘટનાના સહ આરોપી ઠાકોર અમરતજી મદારજી (47) રહે. ભલગામએ જામીન પર છુટવા અત્રે સેશન્સ કોર્ટમાં અરજ કરી હતી જે એડીશનલ સેશન્સ જજ ભાર્ગવકુમાર પાઠક સમક્ષ ચાલી જતાં એપીપી એમ.ડી.પંડયાની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. અરજીમાં આરોપી પક્ષ દ્વારા કેસના ટ્રાયલમાં સમય જાય તેમ છે તેવી દલીલ કરી હતી પણ કોર્ટે ટ્રાયલ ચાલવામાં વિલંબ પ્રોસીક્યુશનના કારણે નહી પણ આરોપીઓ પૈકી કોઇકને કોઇક ગેરહાજર રહેવાના લીધે થયો છે તેમ સ્પષ્ટ કર્યું.

અન્ય સમાચારો પણ છે...