તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ભુતીયાવાસણા યુવતીએ ગાડીમાં બેસવાની ના પાડતાં માર માર્યો

ભુતીયાવાસણા યુવતીએ ગાડીમાં બેસવાની ના પાડતાં માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બસ સ્ટેન્ડ પર ઉભેલી યુવતીને ગામના શખસે માર માર્યો

ભુતીયાવાણસણાગામની યુવતી બહાર જવા માટે તેમના ગામના બસ સ્ટેન્ડ પર ઉભી હતી તે વખતે તેમના ગામનો શખસ આવીને કહ્યુ કે મારી ગાડી બેસી જા, યુવતીએ ના પાડતા ઉશ્કેરાઇ જઇને માર માર્યો મહિલાએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભુતીયાવાસણા ગામે રહેતી યુવતી તેના મોસાળ જવા સારુ બસ સ્ટેન્ડ પર ઉભી હતી તે વખતે તેના ગામનો શખસ ચૌધરી પ્રવિણભાઇ સેમાભાઇ તેની ગાડી લઇ આવી કહેલ કે ચાલ ગાડીમાં બેસી જા તેથી યુવતી ગાડીમાં બેસવાની ના પાડતા તેએ ધોકો બરડામાં મારી ગડદા પાટુનો માર મારી ઝપાઝપીમાં ગળામાંનો દોરો ક્યાંક પડી ગયો હતો અને શખસ જતા જતા મારી નાખવાની ધમકી આપી હતી. તેવી યુવતિએ પાટણ તાલુકા પોલીસ મથકે શખસ ચૌધરી પ્રવિણભાઇ સેમાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...