તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણ જિલ્લામાં યોજાઇ રહેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાગ

પાટણ | પાટણ જિલ્લામાં યોજાઇ રહેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ જિલ્લામાં યોજાઇ રહેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાગ લઇ રહેલા ચાર બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં સૌથી વધુ ધનિક અમદાવાદના બિલ્ડર કોંગ્રેસના ઉમેદવાર રઘુનાથભાઇ દેસાઇ છે. તેઓની કુલ સંપત્તિ 96 કરોડ ઉપરાંતની છે. પછી સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર 6.50 કરોડ સાથે બીજા ક્રમે, જયનારાયણ વ્યાસ 5.63 કરોડ સાથે ત્રીજા ક્રમે, પાટણના ભાજપના રણછોડભાઇ દેસાઇ 3.25 કરોડ સાથે ચોથા ક્રમે, કોંગ્રેસના કિરીટ પટેલ 1.44 કરોડ સાથે પાંચમા ક્રમે, ચાણસ્માના ભાજપના દિલીપજી ઠાકોર 2.12 કરોડ પારિવારીક સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે આવે છે. જ્યારે રાધનપુરના કોંગ્રેસના અલ્પેશ ઠાકોર 98.84 લાખ અને સૌથી ઓછી ભાજપના લવીંગજી સોલંકી 78.85 લાખ પારિવારીક સંપત્તિ ધરાવે છે. જયનારાયણ વ્યાસની સંપત્તિમાં પાંચ વર્ષમાં 1.29 કરોડ વધારો થયો છે. દિલીપભાઇ ઠાકોરની સંપત્તિ 5.80 લાખ વધી છે. જ્યારે રણછોડભાઇ દેસાઇની સંપત્તિમાં 80.12 લાખનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...